Not Set/ લોકોને દંડ ફટકારતી પોલીસે જ્યારે પોતે જ ભર્યો દંડ, જાણો પૂરી વિગત

કોરોનાવાયરસ સંક્રમણ સતત વધી રહ્યુ છે અને આ કારણે, ચારે દિશામાં હાહાકાર મચી ગયો છે. ઘણા રાજ્યોમાં કોરોના દર્દીઓ માટે હોસ્પિટલોમાં બેડ્સ ઉપલબ્ધ ન હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે…

India
mmata 101 લોકોને દંડ ફટકારતી પોલીસે જ્યારે પોતે જ ભર્યો દંડ, જાણો પૂરી વિગત

કોરોનાવાયરસ સંક્રમણ સતત વધી રહ્યુ છે અને આ કારણે, ચારે દિશામાં હાહાકાર મચી ગયો છે. ઘણા રાજ્યોમાં કોરોના દર્દીઓ માટે હોસ્પિટલોમાં બેડ્સ ઉપલબ્ધ ન હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે અને આવશ્યક દવાઓનો ખૂટી પડી છે. આ બધાની વચ્ચે, સરકારે કોરોના વાયરસનાં નિયંત્રણને લઈને જાહેર કરેલી માર્ગદર્શિકાને લોકો જાહેરમાં તોડી રહ્યા છે. આ વચ્ચે ઓડિશાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.

સાવધાન! / જો કોરોનાને કાબુમાં રાખવો છે તો જીવતા જંગલી પ્રાણીઓને વેચવા પર લાગે રોક : WHO

આપને જણાવી દઇએ કે, ઓડિશામાં એક પોલીસકર્મીને માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓડિશા પોલીસનું કહેવું છે કે, કોવિડ-19 સુરક્ષા નિયમો લાગુ કરવા માટે 14 દિવસીય અભિયાન દરમિયાન માસ્ક નહી પહેરવાનાં કારણે ટ્રાફિક કોન્સ્ટેબલને 2 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પુરી પોલીસે ટ્વીટ કર્યું છે કે, આ મામલો અમારા ધ્યાનમાં આવ્યા બાદ અમે અમારા ટ્રાફિક કોન્સ્ટેબલ પર માસ્ક નહીં લગાવવા બદલ 2 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ટ્રાફિક કોન્સ્ટેબલે જવાબદાર નાગરિક તરીકે આ દંડ ભર્યો છે. પોલીસે એમ પણ લખ્યું છે કે, હંમેશાં માસ્ક લગાવો અથવા દંડ ભરવા માટે તૈયાર રહો. આ સિવાય કોઈ વિકલ્પ નથી.

OMG! / એલોન મસ્કની ગર્લફ્રેન્ડની પીઠ પર દેખાયા એલિયને કરેલા ઇજાનાં નિશાન, જાણો શું છે હકીકત?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓડિશા સરકાર 14 દિવસનાં માસ્ક ઝુંબેશ દરમિયાન માસ્ક નહીં લગાવતા લોકો પાસેથી 2 હજાર રૂપિયા દંડ વસૂલ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ અધિક્ષક ડો.કંવર વિશાલ સિંહ કહે છે કે, કોરોના નિયમોનું પાલન ન કરવા બદલ આજે અમે અમારા પોલીસ કોન્સ્ટેબલને દંડ ફટકાર્યો છે. તેમણે કહ્યું કે, આ તમામ લોકો માટે સખત સંદેશ છે કે, જો અમે અમારા લોકોને બક્ષીશું નહીં, તો અમે કોઈને પણ નહીં છોડીએ. જણાવી દઇએ કે, કોરોના સંક્રમણનાં કેસમાં સતત વધી રહેલા વધારાને ધ્યાનમાં રાખીને ઓડિશાનાં મુખ્ય પ્રધાન નવીન પટનાયકે ગત સપ્તાહે શુક્રવારે 14 દિવસીય ‘માસ્ક અભિયાન’ શરૂ કરવાની જાહેરાત કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ