Covid-19/ દેશમાં કોરોના વાયરસનાં Active દર્દીઓની સંખ્યા ઘટીને થઇ 84,545

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણનાં 7 હજાર 145 કેસ નોંધાયા છે. ઓમિક્રોનનાં વધતા જતા કેસો વચ્ચે રાહતની વાત એ છે કે દેશમાં કોરોનાનાં નવા કેસો કરતા તેનાથી ઠીક થનારા દર્દીઓની સંખ્યા વધુ છે.

Top Stories India
કોરોનાવાયરસ

બ્રિટનમાં કોરોના સંક્રમણ હાહાકાર મચાવી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી સતત નવા કેસ વધી રહ્યા છે. શુક્રવારે પણ રેકોર્ડ 93,045 નવા કેસ નોંધાયા હતા. આ પહેલા એટલે કે ગુરુવારે 88,376 કેસ મળી આવ્યા હતા. જો કે, ગુરુવારે 146 મૃત્યુની સરખામણીમાં શુક્રવારે 111 લોકોનાં મોત થયા હતા. વળી ભારતમાં પણ કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ આજે પણ યથાવત છે.

આ પણ વાંચો – ઠંડીનો ચમકારો / રાજ્યનું આ શહેર બન્યુ સૌથી ઠંડુગાર, વહેલી સવારે ચા ની ચુસ્કી લેતા જોવા મળ્યા લોકો

આપને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણનાં 7 હજાર 145 કેસ નોંધાયા છે. ઓમિક્રોનનાં વધતા જતા કેસો વચ્ચે રાહતની વાત એ છે કે દેશમાં કોરોનાનાં નવા કેસો કરતા તેનાથી ઠીક થનારા દર્દીઓની સંખ્યા વધુ છે. આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં આંકડા અનુસાર, દેશમાં છેલ્લા એક દિવસમાં કોરોનાનાં 8 હજાર 706 દર્દીઓ ઠીક થયા છે. વળી છેલ્લા 24 કલાક દરમિયાન 289 દર્દીઓનાં મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં કોરોના વાયરસનાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 84,545 થઈ ગઈ છે. મંત્રાલયે માહિતી આપી છે કે, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 8,706 લોકો સંક્રમણથી ઠીક થયા છે, ત્યારબાદ અત્યાર સુધીમાં કોરોનાથી ઠીક થયેલા લોકોની સંખ્યા વધીને 3,41,71,471 થઈ ગઈ છે. દેશમાં સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 4,77,158 લોકોનાં મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું કે, શુક્રવારે ભારતમાં કોરોનાવાયરસ માટે 12,45,402 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતુ, ત્યારબાદ દેશમાં સેમ્પલ ટેસ્ટિંગનાં આંકડા હવે વધીને 66,28,97,388 થઈ ગયા છે. ભારતમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં સક્રિય દર્દીઓ હાલમાં 84,565 છે, જે કુલ કેસનાં 0.24 ટકા છે. સક્રિય કેસોનો આ આંકડો માર્ચ 2020 પછીનો સૌથી ઓછો છે.

આ પણ વાંચો – 71ના યુદ્ધની કહાની / જ્યારે અમેરિકા પાકિસ્તાનની મદદ કરવા ભારત સામે આવી રહ્યું હતું ત્યારે રશિયાએ આ રીતે રોક્યો હતો

મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યામાં 1850 નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.57 ટકા છે, જે છેલ્લા 75 દિવસથી 2 ટકાથી ઓછો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 0.62 ટકા છે, જે 34 દિવસથી 1 ટકાથી નીચે રહ્યો છે. દેશમાં રિકવરી રેટ હવે 98.38 ટકા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કોરોના રસીનાં 136.66 કરોડ ડોઝ લાગુ કરવામાં આવ્યા છે.