Not Set/ શિવસેનાએ ભરી હુંકાર, કહ્યું, “દાદી ઇન્દિરાની જેમ જ રાણી બનીને ઉભરી શકે છે પ્રિયંકા”

મુંબઈ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના બહેન અને રોબર્ટ વાડ્રાના પત્ની પ્રિયંકા ગાંધી વાડ્રાની રાજનીતિમાં એન્ટ્રીને લઇ અનેક રાજકીય સમીકરણો સામે આવી રહ્યા છે. દેશની અનેક રાજકીય પાર્ટીઓના નેતાઓ દ્વારા કરાઈ રહેલી આ નિવેદનબાજી વચ્ચે શિવસેનાની એક પ્રતિક્રિયા સામે આવી છે અને તેઓની પ્રશંસા કરી છે. શુક્રવારે શિવસેના દ્વારા કહેવામાં આવ્યું કે, “પ્રિયંકા ગાંધી રાની […]

Top Stories India Trending
Uddhav Thackeray Shiv Sena શિવસેનાએ ભરી હુંકાર, કહ્યું, "દાદી ઇન્દિરાની જેમ જ રાણી બનીને ઉભરી શકે છે પ્રિયંકા"

મુંબઈ,

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના બહેન અને રોબર્ટ વાડ્રાના પત્ની પ્રિયંકા ગાંધી વાડ્રાની રાજનીતિમાં એન્ટ્રીને લઇ અનેક રાજકીય સમીકરણો સામે આવી રહ્યા છે. દેશની અનેક રાજકીય પાર્ટીઓના નેતાઓ દ્વારા કરાઈ રહેલી આ નિવેદનબાજી વચ્ચે શિવસેનાની એક પ્રતિક્રિયા સામે આવી છે અને તેઓની પ્રશંસા કરી છે.

શુક્રવારે શિવસેના દ્વારા કહેવામાં આવ્યું કે, “પ્રિયંકા ગાંધી રાની બનીને ઉભરી શકે છે જયારે તેઓ પોતાના પત્તા સારી રીતે રમી શકે છે”.

1209043 Wallpaper2 શિવસેનાએ ભરી હુંકાર, કહ્યું, "દાદી ઇન્દિરાની જેમ જ રાણી બનીને ઉભરી શકે છે પ્રિયંકા"
national-shiv-sena-lauds-priyanka-gandhi-foray-into-active-politics-turns queen indira gandhi

પોતાના મુખપત્ર સામનામાં કહેવામાં આવ્યું, “કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બતાવી દીધું છે કે તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં વિજયનો પરચમ લહેરાવવા માટે કઈ પણ કરી શકે છે”.

શિવસેના દ્વારા વધુમાં ઉમેરવામાં આવ્યું, “રાહુલ ગાંધીએ ઉત્તરપ્રદેશમાં એકલા ચૂંટણી લડવાની સાથે સપા – બસપાને સંભવિત મદદ આપવાની વાત કરવા અને યોગ્ય સમયે પ્રિયંકાને કોંગ્રેસમાં શામેલ કરી છે. તેઓએ પોતાના પત્તા ખુબ યોગ્ય રીતે રમ્યા છે અને જેનાથી કોંગ્રેસને ફાયદો મળશે.

1548233642 priyanka pti શિવસેનાએ ભરી હુંકાર, કહ્યું, "દાદી ઇન્દિરાની જેમ જ રાણી બનીને ઉભરી શકે છે પ્રિયંકા"
national-shiv-sena-lauds-priyanka-gandhi-foray-into-active-politics-turns queen indira gandhi

આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, “પ્રિયંકાની વાતચીતનો રીત અને ચહેરામાં તેઓની દાદી ઇન્દિરા ગાંધીની ઝલક જોવા મળે છે. તેઓના આવવાથી લોકસભાની ચૂંટણીમાં હિન્દી પટ્ટીના રાજ્યોમાં નિશ્ચિતપણે ફાયદો પહોચશે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી પ્રિયંકા વાડ્રાને રાજકારણમાં લાવવા માટેની ચર્ચાઓ ચાલી રહી હતી, જો કે ત્યારબાદ લોકસભાની ચૂંટણી પહેલા પાર્ટી દ્વારા મોટો દાવ રમતા ગત બુધવારે કોંગ્રેસ દ્વારા પ્રિયંકા વાડ્રાને પૂર્વી ઉત્તરપ્રદેશમાં મહાસચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે.