Not Set/ ગાંધીનગર: ઉદ્યોગ ભવન પાસે પાર્ક કરેલી કાર લાગી આગ

ગાંધીનગર, ઉદ્યોગ ભવન પાસે પાર્ક કરેલી કાર લાગી આગ હતી જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો, પરંતુ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લેતા આજુબાજુ પાર્ક કરેલી કારને નુક્શાન થતું અટકાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે અમદાવાદના મોટેરામા આવેલા વિઠ્ઠલ વાઇબ્રન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશભાઈ પટેલ પોતાની મારુતિ કાર લઈને ગાંધીનગર આવવા આજે […]

Gujarat Trending Videos
mantavya 494 9 ગાંધીનગર: ઉદ્યોગ ભવન પાસે પાર્ક કરેલી કાર લાગી આગ

ગાંધીનગર,

ઉદ્યોગ ભવન પાસે પાર્ક કરેલી કાર લાગી આગ હતી જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો, પરંતુ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લેતા આજુબાજુ પાર્ક કરેલી કારને નુક્શાન થતું અટકાવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે અમદાવાદના મોટેરામા આવેલા વિઠ્ઠલ વાઇબ્રન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશભાઈ પટેલ પોતાની મારુતિ કાર લઈને ગાંધીનગર આવવા આજે સવારે નીકળ્યા હતા.

તે દરમિયાન બપોરના બે વાગ્યાની આસપાસ તેમણે પોતાની કાર ઉદ્યોગ ભવનના પાછળના ભાગે પાર્ક કરી હતી. અને તે સમય દરમિયાન 10થી 15 મિનિટના ગાળામાં કાર ભડભડ સળગી ઉઠી હતી.

કારમાં આગ લાગી હોવાની વાતને લઈને ઉદ્યોગ ભવન અને આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. તેમજ લોકોના ટોળા કાર જોવા માટે ઉમટી પડયા હતા. તે દરમિયાન ગાંધીનગર ફાયર બ્રિગેડને કોલ કરતા તેમની ટીમ ઘટના સ્થળે આવી ગઇ હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.