સુરેન્દ્રનગર/ ચોટીલા સરકારી હોસ્પિટલમાં તોડફોડના સીસીટીવી ફુટેજ વાયરલ થતાં ચકચાર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવેલી સરકારી રેફરલ હોસ્પિટલમાં ભાઈને લઈ સારવાર કરાવવા આવેલા અજાણ્યા શખ્સે હોસ્પીટલમાં તોડફોડ કરી નુકશાન કર્યાના સી.સી.ટી.વી ફુટેજ સામે આવ્યા છે

Gujarat
8 20 ચોટીલા સરકારી હોસ્પિટલમાં તોડફોડના સીસીટીવી ફુટેજ વાયરલ થતાં ચકચાર

– ભાઇને હોસ્પિટલમાં સારવાર માટે લાવેલા ભાઇની બઘડાટી : આખી ઘટના સીસીટીવીમાં કેદ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવેલી સરકારી રેફરલ હોસ્પિટલમાં ભાઈને લઈ સારવાર કરાવવા આવેલા અજાણ્યા શખ્સે હોસ્પીટલમાં તોડફોડ કરી નુકશાન કર્યાના સી.સી.ટી.વી ફુટેજ સામે આવ્યા છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે રેફરલ હોસ્પીટલ આવેલી છે. જ્યાં આજુબાજુના 80થી વધુ ગામોના દર્દીઓ સારવાર લેવા આવે છે. આ હોસ્પીટલમાં પોતાના ભાઈની સારવાર કરાવવા આવેલા અજાણ્યા શખ્સે તબીબ અને સ્ટાફ સાથે ગેરવર્તણુંક કરી પોતાનો રોફ જમાવવા ચેમ્બરના કાચને પાટુ મારી તોડી નાંખ્યા હતા. મોડી રાતના સમયે બનેલી આ ઘટનાના દ્રશ્યો સી.સી.સટી.વી.માં કેદ થઈ ગયા હતા.

આ અંગે ચોટીલા આરોગ્ય અધિક્ષક ડો.રવિ ઝાપડીયાએ જણાવ્યુ કે, અહીં અવાર નવાર આવારા તત્વો આવતા હોય છે. અજાણ્યા શખ્સે તોડફોડ કરી સરકારી મિલ્કતને નુકશાન કરવા અંગે ચોટીલા પોલીસને જાણ કરવામાં આવી છે.