ભરૂચ/ અંકેલશ્વરની સબ જેલમાંથી કાચા કામના આરોપી પાસેથી મળ્યો એપ્પલ મોબાઈલ

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, લોકલ ક્રાઇમ બ્રાંચ સહિતની ટિમો દ્વારા ભરૂચ જીલ્લા જેલ અને અંકલેશ્વર તાલુકા સબજેલ ખાતે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Gujarat Others
YouTube Thumbnail 2023 10 25T193157.466 અંકેલશ્વરની સબ જેલમાંથી કાચા કામના આરોપી પાસેથી મળ્યો એપ્પલ મોબાઈલ

ભરૂચ જિલ્લાની જેલોમાં બિન અધિકૃત તસ્કરી ન થાય માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, લોકલ ક્રાઇમ બ્રાંચ સહિતની ટિમો દ્વારા ભરૂચ જીલ્લા જેલ અને અંકલેશ્વર તાલુકા સબજેલ ખાતે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ભરૂચ પોલીસની વિવિધ ટિમો દ્વારા ધરવામાં આવેલ ચેકીંગમાં સબજેલ ખાતે વર્ષે 2017 થી હંસોટ પોલીસ મથકની હદ વિસ્તારમાં મર્ડરના ગુન્હામાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલા સલીમ નશરુદ્દીન રાજ રહે, જુમ્મા મસ્જિદ પાસે ભરૂચ નાઓની પાસેથી બિન અધિકૃત રીતે રાખવામાં આવેલ એપ્પલ કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

પોલીસે મોબાઈલ ફોનનો કબ્જો લઈ મામલે આરોપી સામે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


whatsapp ad White Font big size 2 4 અંકેલશ્વરની સબ જેલમાંથી કાચા કામના આરોપી પાસેથી મળ્યો એપ્પલ મોબાઈલ


આ પણ વાંચો:ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 1900ને પાર શુ છે કારણ

આ પણ વાંચો:સુરતમાં 19 વર્ષીય યુવક સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં….

આ પણ વાંચો:વડોદરા ભાજપ યુવા મોરચા પ્રમુખે પોલીસની હાજરીમાં શખ્સને માર્યો ઢોર માર

આ પણ વાંચો:હિમોફેલિયાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે MLA કુમાર કાનાણીએ લખ્યો આરોગ્ય મંત્રીને પત્ર