ગુજરાત હાઇકોર્ટ/ યુવતીએ ધર્મ અને જ્ઞાતિના ઉલ્લેખ વિનાનું જાતિ સર્ટિફિકેટ મેળવવા માટે કોર્ટમાં કરી અરજી

રાજ્યમાં પહેલીવાર ગુજરાત હાઇકોર્ટમાં આ પ્રકારની અરજી કરવામાં આવી છે, જેમાં યુવતીએ એવું સર્ટિફિકેટ આપવામાં માંગ કરી છે

Top Stories Gujarat India
5 2 યુવતીએ ધર્મ અને જ્ઞાતિના ઉલ્લેખ વિનાનું જાતિ સર્ટિફિકેટ મેળવવા માટે કોર્ટમાં કરી અરજી

દેશમાં હાલ જ્ઞાતિ અને ધર્મ લઇને અસમાજિક તત્વો હોબાળો કરી રહ્યા છે ત્યારે એક ઉત્તમ દષ્ટ્રાંત સામે આવ્યું છે,ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ભાગ્યે જ જોવા મળતી અને રસપ્રદ અરજી સામે આવી છે. મૂળ સુરતની એક યુવતીએ જાતિના પ્રમાણપત્રમાં પોતાની જાતિ તથા ધર્મ દૂર કરવા માટેની અરજી કરી છે. જે મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. યુવતીની માગણી છે કે તેના મહત્વના આધાર પુરાવા તરીકે ગણાતા જાતિના પ્રમાણપત્રમાં એની જાતિનો ઉલ્લેખ ન કરવામાં આવે. જે મામલે આગામી દિવસોમાં સુનવણી હાથ ધરવામાં આવશે.

રાજ્યમાં પહેલીવાર ગુજરાત હાઇકોર્ટમાં આ પ્રકારની અરજી કરવામાં આવી છે, જેમાં યુવતીએ એવું સર્ટિફિકેટ આપવામાં માંગ કરી છે જેમાં ધર્મ કે જ્ઞાતિનો ઉલ્લેખ ન હોય. અરજદાર યુવતીએ આ માટે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા દેશ એકમાત્ર ઓર્ડરના આધારે આ માંગ કરી છે, જેમાં મદ્રાસ હાઇકોર્ટ રાજ્ય સરકારને સ્નેહા પ્રતિબરાજાને નામની યુવતીને જ્ઞાતિ અને ધર્મ વિનાનું પ્રમાણપત્ર ઇસ્યુ કરવા માટે નિર્દેશ આપ્યા હતા.

અરજદાર બ્રાહ્મણ છે. અરજદારે દલીલ કરી છે કે તે પોતે ઉચ્ચ જ્ઞાતિ સાથે જોડાયેલ છે, તેમ છતાંય પોતાના જીવન દરમિયાન ન માત્ર સમાજ પરંતુ પરિવારજનો, મિત્રો, સ્વજનો થકી પણ ખૂબ પીડા અનુભવી છે. જ્ઞાતિ અને સમાજના વાડાઓ વચ્ચે તેને કડવા અનુભવ થયા છે. જેથી તે હવે પોતાના નામ સાથે જ્ઞાતિ કે ધર્મનો ઉલ્લેખ કરવા નથી માંગતી જેથી આ અરજી કરી છે. સાથે સાથે અરજદારે એ પણ રજૂઆત કરી છે કે પોતાના માટે નહીં પરંતુ આ ક્રાંતિકારી વિચાર થકી લોકોને જાગૃત કરવા માંગે છે.