Not Set/ પદ્માવત ફિલ્મની રીલીઝને લઇને હાર્દિક પટેલે સીએમ રૂપાણીને પત્રમાં શું લખ્યું,જાણો

અમદાવાદ પદ્માવત ફિલ્મને લઈને દેશભરમાં વિરોધ કરી રહ્યા છે.છેલ્લાં પાંચ દિવસથી પદ્માવત ફિલ્મનો ગુજરાતમાં પણ ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે અને રાજપુત સંગઠનો સિનેમાઘરોને ફિલ્મ રીલીઝ નહીં કરવા માટે અપીલ કરી રહ્યાં છે. રાજ્યમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં હવે રાજપુત સંગઠનો સાથે પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ ઝંપલાવ્યું છે. હાર્દિકે ગુજરાતના સીએમ વિજય રૂપાણીને પત્ર લખીને […]

Top Stories
DQ1wm8jU8AEoWdv પદ્માવત ફિલ્મની રીલીઝને લઇને હાર્દિક પટેલે સીએમ રૂપાણીને પત્રમાં શું લખ્યું,જાણો

અમદાવાદ

પદ્માવત ફિલ્મને લઈને દેશભરમાં વિરોધ કરી રહ્યા છે.છેલ્લાં પાંચ દિવસથી પદ્માવત ફિલ્મનો ગુજરાતમાં પણ ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે અને રાજપુત સંગઠનો સિનેમાઘરોને ફિલ્મ રીલીઝ નહીં કરવા માટે અપીલ કરી રહ્યાં છે.

15155753775a55d851dcc81 પદ્માવત ફિલ્મની રીલીઝને લઇને હાર્દિક પટેલે સીએમ રૂપાણીને પત્રમાં શું લખ્યું,જાણો

રાજ્યમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં હવે રાજપુત સંગઠનો સાથે પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ ઝંપલાવ્યું છે. હાર્દિકે ગુજરાતના સીએમ વિજય રૂપાણીને પત્ર લખીને ફિલ્મ પદ્માવતનો વિરોધ કર્યો છે.

પત્રમાં હાર્દિક પટેલે જણાવ્યું છે કે ક્ષત્રિય સમાજે દેશની એકતા માટે પોતાના રજવાડા ભારત માતના ચરણે ધર્યા છે. જેથી ક્ષત્રિય સમાજ સાથે અન્યાય ન થવો જોઇએ. મારી અને તમારી જવાબદારી છે કે આપણા ગૌરવપૂર્ણ ઇતિહાસનો મજાક ઉડાવવામાં ન આવે. મહારાણી પદ્માવતી પોતાના રાજ્ય અને સ્ત્રીઓના સન્માન માટે સતી થઇ હતી હાર્દિકે લખ્યું કે મારી વિનંતી છે કે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા પદ્માવતને ગુજરાતમાં રિલીઝ ન થવા દેવામાં આવે.