તંત્રની બેદરકારી/ ભાંડિયાપુરા ગામમાં સ્મશાન સુધી જવાનો પાકો રસ્તો ન હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી,અંતિમયાત્રામાં પડી રહી છે પારાવાર મુશ્કેલી

ગામમાં કોઇનું અવસાન થાય તો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે છંતા પણ તંત્રનું પેટનું પાણી પણ હાલતું નથી. 

Top Stories Gujarat
7 19 ભાંડિયાપુરા ગામમાં સ્મશાન સુધી જવાનો પાકો રસ્તો ન હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી,અંતિમયાત્રામાં પડી રહી છે પારાવાર મુશ્કેલી

ચૂંટણીઓ આવે છે અને જાય છે પાંચ વર્ષ પૂરા થતા વાર લાગતી નથી પરંતુ નાના ગામડાઓના ગ્રામજનોની પાયાની જરૂરિયાત ઉપર કોઈ નેતા ગણ કે વહીવટી તંત્ર પૂરતું ધ્યાન દેતા હોય તેવું ક્યાંય દેખાતુ નથી આંખે ઉડીને વળગે તેવી વેદનાઓ સહન કરી છેવાડાના ગામડાઓના ગ્રામજનો પરિવાર સાથે જીવન વ્યતિત કરી રહ્યા છે.ગામના સ્મશાને પહોચવા માટે ગામજનોને ભારે હાલાકી ભોગવી પડે છે, તંત્ર કોઇ દરકાર લેતું નથી.અનેકવાર મૈાખિક રજૂઆત કરી હોવા છંતા તંત્ર આંખ આડા કાન કરી રહ્યા છે.ગામમાં કોઇનું અવસાન થાય તો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે છંતા પણ તંત્રનું પેટનું પાણી પણ હાલતું નથી.

8 17 ભાંડિયાપુરા ગામમાં સ્મશાન સુધી જવાનો પાકો રસ્તો ન હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી,અંતિમયાત્રામાં પડી રહી છે પારાવાર મુશ્કેલી

પ્રાપ્ત માહિતી અનુસાર ડેસર તાલુકાના છેવાડાના સાપિયા ગ્રામ પંચાયતના પેટા પુરા ભાડિયાપુરા ના ગ્રામજનોની વર્ષો જૂની વેદના નો અંત આવતો જ નથી ગામથી અંદાજે બે કિલોમીટર દૂર આવેલા સ્મશાને અવરજવર કરવુ ભારે પડી રહ્યું છે હાલ ચોમાસા દરમિયાન વરસતા વરસાદમાં કોતરમાંથી ઉબડ ખાબડ માર્ગે નનામી લઇ ઢીંચણ સમા ભરાયેલા પાણીમાંથી ડાઘુઓ ને પસાર થવું પડે છે ઉપરોક્ત બાબતે વારંવાર મૌખિક રજૂઆતો કરાઇ છે પણ હજુ સુધી તંત્રના બહેરા કાને ભાડિયાપુરા ગ્રામજનોની વેદના સંભળાઇ હોય તેવા કોઈ અણસાર દેખાતા નથી ચોમાસા દરમિયાન વરસતા વરસાદમાં ગામમાં કોઈપણ ગ્રામજન મોત ને ભેટે ત્યારે આખા ગામના (પરમાર) ક્ષત્રિય સમાજના લોકો ઉપર મુસીબત આવી હોય તેવું સમજે છે કારણ કે નનામી લઈ બે કિલોમીટર ઉબડ ખાબડ અને ઢીંચણ સમા ભરાએલા પાણી માંથી નનામી લઇ ચાલવું ભારે પડી જાય છે .

9 22 ભાંડિયાપુરા ગામમાં સ્મશાન સુધી જવાનો પાકો રસ્તો ન હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી,અંતિમયાત્રામાં પડી રહી છે પારાવાર મુશ્કેલી

ઉલ્લેખનીય છે કે  ગતરોજ સવારે ૧૦ વાગ્યાના અરસામાં ભાડિયાપુરા ગામેથી એક વૃદ્ધની અંતિમયાત્રા નીકળી હતી તેમાં ડાઘુઓ નનામીને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરીને વરસ્તા વરસાદમાં લઈ જતા હતા તેમાં રામ કહો ભાઈ રામ બોલવાને બદલે જેમ તકલીફ પડતી હતી તેમ વહીવટી તંત્ર અને સ્થાનિક નેતા ગણ ઉપર રોષે ભરાઈને ભાંડતા જોવા મળ્યા હતા ભાડિયાપુરા ગ્રામજનોની પાયાની જરૂરિયાત વાળા બે કિલોમીટર ના સ્મશાન નો માર્ગ જેમ બને તેમ વહેલી તકે બનાવાય તેવી લાગણી સાથે ગ્રામજનો ની માંગણી છે કે
વર્ષોથી સ્મશાને જવાનો માર્ગ જ નથી ચોમાસા દરમિયાન ખૂબ જ હાલાકી ભોગવવાનો અમારે વારો આવે છે કોતરમાંથી ગુટણ સમા પાણીમાં રહીને ડાધુઓને નનામી લઈને સ્મશાને જવું પડે છે રાજ્ય સરકાર નુ વહીવટી તંત્ર અમારા ગામની મુલાકાત લઈ અમારી વર્ષો જૂની સમસ્યાનો અંત લાવે તેવી અમારી રજૂઆત છે