Not Set/ ટેરર ફંડિગ પર EDની સખ્તાઇ, વટાલીની કરોડોની સંપત્તિ કરી જપ્ત

દેશભરમાં ટેરર ફંડિગ વિરુદ્વ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કડક કાર્યવાહી ચાલુ છે. આ જ સંદર્ભે EDની ટીમે કશ્મીરી વ્યાપારી જહૂર અહમદ શાહ વટાલી વિરુદ્વ સખત કાર્યવાહીને અંજામ આપ્યો છે. ED એ તેની 6.18 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. આ સંપત્તિ જપ્તા કર્યા ઉપરાંત મૂળ કાશ્મીરના વ્યાપારી જહૂર અહમદ શાહ વટાલીના 60થી વધુ બેંક એકાઉન્ટ પણ એન્ફોર્સમેન્ટ […]

Top Stories India
zahoor watali ટેરર ફંડિગ પર EDની સખ્તાઇ, વટાલીની કરોડોની સંપત્તિ કરી જપ્ત

દેશભરમાં ટેરર ફંડિગ વિરુદ્વ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કડક કાર્યવાહી ચાલુ છે. આ જ સંદર્ભે EDની ટીમે કશ્મીરી વ્યાપારી જહૂર અહમદ શાહ વટાલી વિરુદ્વ સખત કાર્યવાહીને અંજામ આપ્યો છે. ED એ તેની 6.18 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે.

આ સંપત્તિ જપ્તા કર્યા ઉપરાંત મૂળ કાશ્મીરના વ્યાપારી જહૂર અહમદ શાહ વટાલીના 60થી વધુ બેંક એકાઉન્ટ પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના રડાર પર છે. તે સિવાય બીજા અનેક લોકો વિરુદ્વ ઇડી મોટી કાર્યવાહી કરી શકે છે.

આપને જણાવી દઇએ કે જહૂર શાહ વટાલીની અનેક સંપત્તિ હરિયાણાના ગુરુગ્રામમાં પણ છે. ઇડીએ અગાઉ પણ તેની ગુરુગ્રામ ખાતેની સંપત્તિ જપ્ત કરી છે. ED મુજબ જહુર વટાલી અનેક આતંકી સંગઠનો સાથે સાંઠગાઠ ધરાવે છે. જેમાં લશ્કર એ તોયબા, હિઝબુલ મુજાહીદ્દીન, જમાત-ઉદ-દાવા સહિત અનેક આતંકી સંગઠન સામેલ છે. તેના પર બધા જ આતંકી સંગઠનને હવાલાના માધ્યમથી ટેરર ફંડિગ પૂરો પાડવાનો આરોપ છે.

જહૂર લશ્કર ચીફ હાફિઝ મુહમ્મદ સઇદ સાથે પણ નિકટના સંબંધો છે. તે મોહમ્મદ યૂસુફ ઉર્ફે સલાહુદ્દીન સાથે પણ સાંઠગાંઠ ધરાવે છે. નોંધનીય છે કે કેટલાક સમય પહેલા ઇડીએ ગુરગ્રામમાં હાફિઝ સઇદને સંલગ્ન એક વિલા જપ્ત કર્યો હતો. જેની કિંમત 1.03 કરોડ રૂપિયા હતી. જહુર વટાલી આ વિલાની માલિકી ધરાવે છે. જેને હાફિઝ સઇદે ફંડ આપ્યું હતું.