સુરત/ સચિન GIDCની એથર કંપનીમાં આગની ઘટના બાબતે જાણો જિલ્લા કલેકટર આયુષ ઓકે શું કહ્યું?

સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 29 તારીખના રોજ એથર કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2023 12 02T134453.733 સચિન GIDCની એથર કંપનીમાં આગની ઘટના બાબતે જાણો જિલ્લા કલેકટર આયુષ ઓકે શું કહ્યું?
  • સુરત: એથર કંપનીમાં લગેલી આગમાં મૃત્યુઆંક વધ્યો
  • બૃહસ્પતિ ભુઈયા નામના સફાઈકર્મીનું મૃત્યુ
  • એથરમાં લહેલ આગ બાજુની શાન ડાઇંગ મિલમાં પ્રસરી હતી
  • આગના પગલે થયેલા નુક્શાનની સાફ-સફાઈ સમયે બની દુર્ઘટના

@અમિત રૂપાપર 

Surat News: સુરતના સચિન જીઆઇડીસીમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીમાં બ્લાસ્ટ સાથે આગની ઘટનામાં સાત લોકોના મોત થયા હતા. ત્યારે આ ઘટનામાં સારવાર દરમિયાન વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે અને મૃત્યુ આંક 8 પર પહોંચ્યો છે અને 10થી વધુ દર્દીની સ્થિતિ હજુ પણ નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે આ બાબતે સુરત જિલ્લા કલેકટરનું નિવેદન સામે આવ્યું છે અને તેમને જણાવ્યું છે કે, આ બાબતે તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા એક્સિડેન્ટલ ડેથનો ગુનો દાખલ કરાયો છે. તો ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ તરફથી પણ તપાસ કરાવી રહી છે અને જીપીસીબી દ્વારા પણ પોલ્યુશન એક્ટ બાબતે તપાસ કરવામાં આવેલી છે અને આ બાબતેના તમામ રિપોર્ટ કન્સલ્ટ એજન્સી દ્વારા સબમિટ કર્યા બાદ જ આગનું અને બ્લાસ્ટનું કારણ જાણવા મળશે.

સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 29 તારીખના રોજ એથર કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં 3,000 ચોરસ મીટર નો એરીયા સળગી ગયો હતો. તો 27 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ત્રણ લોકોની હાલત ગંભીર હતી અને હાલ 27 લોકોમાંથી 5 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને અન્ય લોકોની સારવાર અલગ અલગ હોસ્પિટલમાં ચાલી રહી છે.

આ આગની ઘટના સમયે 165 જેટલા કર્મચારીઓ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. આ ઘટનાની પુષ્ટિ માટે આ તમામ લોકોનો સંપર્ક કરવા માટે પોલીસ કામ કરી રહી હતી અને પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, હજુ સાત લોકો છે તે લાપતા છે અને આ સાત લોકોના પરિવારના સભ્યોને બોલાવવામાં આવ્યા હતા અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ બીજા દિવસે ઘટના સ્થળ પર આગ કાબુમાં આવી ગયા બાદ ઇમરજન્સી રિસ્પોન્સિટીંગ કંપનીની અંદર ગઈ હતી અને ઘટના સ્થળેથી સાત અ

મૃતદેહો મળી આવ્યા હતા. હાલ જીપીસીબી દ્વારા પોલ્યુશન એક્ટ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ તરફથી પણ તપાસ શરૂ કરવામાં આવી છે અને પોલીસ વિભાગ તરફથી એક્સિડેન્ટલ ડેથનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આગળની તપાસ બાદ કન્સલ્ટ એજન્સી જે રિપોર્ટ સબમિટ કરશે તે બાદ જ પુષ્ટિ થશે કે આગનું અને બ્લાસ્ટ નું કારણ શું હતું.


whatsapp ad White Font big size 2 4 સચિન GIDCની એથર કંપનીમાં આગની ઘટના બાબતે જાણો જિલ્લા કલેકટર આયુષ ઓકે શું કહ્યું?


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ