છેતરપિંડી/ રોકાણકારોના પૈસા ફરી ડૂબ્યા! ઇડરમાં અમદાવાદની કંપનીના CMD સહિત ચાર સામે ફરિયાદ

સાબરકાંઠામાં ઇન્વેસ્ટમેન્ટની ફાયનાન્સ કંપની અને તેના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 371 ખાતા ધરાવનાર 91 લાખ 36 હજાર કરતા વધારેની વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Top Stories Ahmedabad Others
છેતરપિંડીની ફરિયાદ
  • સાબરકાંઠા: ઇડરમાં 91.36 લાખની છેતરપિંડીની ફરિયાદ
  • અમદાવાદના શખ્સો દ્વારા છેતરપિંડી આચર્યાની ફરિયાદ
  • મ્યુચ્યલ અને માઈક્રોફાયનાન્સ કંપનીએ પૈસા ડૂબાવ્યાની ફરિયાદ
  • એલીગ્લોબલ મ્યુચ્યુલ બેનીફીટ, નીધી લીમીટેડ વિરુદ્ધ ફરિયાદ

Ahmedabad News: સાબરકાંઠામાં ઇન્વેસ્ટમેન્ટની ફાયનાન્સ કંપની અને તેના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 371 ખાતા ધરાવનાર 91 લાખ 36 હજાર કરતા વધારેની વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.નવરંગપુરા, અમદાવાદનું એડ્રેસ પર રજીસ્ટ્રેશન કરાવેલ છે.જુદા જુદા પ્રકારની ડેઇલી, મંથલી ફિક્સ ડિપોઝિટની બચતની સ્કીમોમાં ગ્રાહકો ને 1 થી 1.50 ટકા વધારે વ્યાજ ચૂકવતા હતા.જુદા જુદા તાલુકાઓમાંથી રોકાણકારોના પૈસા ન અપાતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.કંપનીની પોતાની ઓફિસે તાડા મારી ભાગી ગયેલા સાથેની ફરિયાદ કરવામાં આવી છે.

ઈડર પોલીસે કંપનીના સીએમડી અને ભાગીદારી સહિત 4 લોકો સામે ગુનો નોંધ્યો છે. જેમાં મહિલા સહિત ચાર લોકો સામે ફાયનાન્સિયલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2003 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.ઈડર પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરવા તપાસ શરૂ કરી છે. આટલા મોટા પ્રલોભનો બતાવીને બિટકોઈનમાં રોકાણ કરવા સહિતની લોભામણી વાતો કરીને જોખમી કંપનીઓ રડાર પર હોવાનું રોકાણકારોના ધ્યાને આવ્યું છે.  જેઓ ઉઠમણાં કરે એ પહેલા જ સાણસામાં લેવાની તજવીજ શરુ થઈ છે.

વર્ષ 2015માં એલીગ્લોબલ મ્યુચ્યુઅલ બેનીફિટ અને એલીગ્લોબલ માઈક્રો ફાયનાન્સના સીએમડી શિશિર પ્રેમશંકર દરોલીયા અને એકાઉન્ટ તરીકે ઓળખાણ આપનાર ચાર્મી સંજયકુમાર મોદી ઈડરમાં ગ્રાહક સુરક્ષા સેવા કેન્દ્રની ઓફિસે આવ્યા હતા અને મનોજભાઈ એલ. રાજન તથા હરેશકુમાર છનાભાઈ ભોઈ સહિતના લોકોને મળ્યા હતા અને ચાર્મી સંજય કુમાર મોદી એલીગ્લોબલ માઈક્રોટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અમદાવાદમાં વર્ષ 2014 થી ડિરેક્ટર તરીકે ફરજ બજાવતી હોવાનું અને બંને જણાં કંપનીનું સંચાલન કરતાં હોવાનું જણાવ્યું હતું.

આ મામલે ઈડરના એક એજન્ટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ આરોપીઓએ ભાગીદારીમાં એલી ગ્લોબલ મ્યુચ્યુઅલ બેનિફિટ લિમિટેડ અને એલી ગ્લોબલ માઇક્રોફાઇનાન્સ કંપની ખોલી હતી. તેની હેડ ઓફિસ નવરંગપુરાના રાજકમલ પ્લાઝા ખાતે હતી. જેના દ્વારા ગુજરાત અને રાજસ્થાનમાં અલગ-અલગ શાખા કચેરીઓ ખોલવામાં આવી હતી. તેવી જ રીતે ઈડરમાં પણ તાલુકા કક્ષાની કચેરી ખોલવામાં આવી હતી.

પૈસાની ઉઘરાણી કરતાં ચાર્મી સંજય મોદીએ બાકી લોન રિકવર કરાવો નહીં કરાવો તો ઈડર બ્રાન્ચની મેચ્યુરીટીની એક પણ રૂપિયાની ચૂકવણી કરવામાં નહીં આવે નહીં ધમકી આપતાં તા.20-08-22ના રોજ રિકવરી પેટે જે કંઈ પણ બાકી હતી તેના રૂ.35000 જમા કરાવી દીધા હતા. ત્યારબાદ ચાર્મી મોદી અને સીએમડી શિશિર દરોલીયા ધમકીઓ આપતા હતા. આ શખ્સો ઈડર સહિત ગુજરાતના મોટાભાગના તમામ શહેરો અને રાજસ્થાનના ડુંગરપુર તથા બાસવાડામાં ફ્રોડ કંપનીઓ ખોલી હજારો લોકો સાથે છેતરપિંડી આચરી રહ્યાનો સીધો આક્ષેપ કરાયો છે. હરેશકુમાર છનાભાઈ ભોઈની ફરિયાદને આધારે ઇડર પોલીસે 4 સામે ગુનો દાખલ કર્યો છે.

હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાંથી મોટા પાયે ખેડૂતોની પાસેથી રોકાણ કરાવીને ઉઠમણું કરેલ પેઢીના સમાચાર થોડાક સમય પહેલા સામે આવ્યો હતા. જેનો મુખ્ય સૂત્રધાર નવેમ્બર માસમાં અમદાવાદથી ઝડપાયો હતો. હજુ પણ આવી જ કેટલીક કંપનીઓ બીટકોઈનના નામે ખેડૂતો અને શિક્ષકો સહિત વેપારીઓના રોકાણ કરાવતા હોવાને લઈ વધુ એક વાર રોકાણકારોને રડવાનો વખત આવે એ પહેલા તેમની તપાસની શરુઆત થઈ છે. ઈડર અને ગાંભોઈમાં રોકાણકારોને રડાવ્યા બાદ હવે આવી કંપનીઓ રડારમાં આવી છે.

આ ચાર આરોપી સામે ફરિયાદ

  • ચાર્મી સંજયકુમાર મોદી, એકાઉન્ટન્ટ, શ્વેતાંબર સોસાયટી, નારાયણપુરા અમદાવાદ
  • શિશિર પ્રેમશંકર દરોલીયા, સીએમડી, ન્યુ મહાવીરનગર, ગિરવા, રાજસ્થાન
  • ઉમેશ બાલ કિશન પંજાબી, રહે પુજન બંગ્લોઝ. મંજીપુરા રોડ, નડિયાદ, જિ ખેડા.
  • સંજયકુમાર ભટ્ટાચાર્ય, રહે વિશ્વાસ ખંડ, ગોમતીનગર, લખનૌ, ઉત્તર પ્રદેશ

whatsapp ad White Font big size 2 4 રોકાણકારોના પૈસા ફરી ડૂબ્યા! ઇડરમાં અમદાવાદની કંપનીના CMD સહિત ચાર સામે ફરિયાદ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ