સુરત/ બહુચર્ચિત ગ્રિષ્મા હત્યા કેસ : ફેનિલ 302 સહિતની કલમોમાં દોષિત જાહેર

સુરતના બહુચર્ચિત ગ્રીષ્મા હત્યા કેસમાં આજ રોજ આરોપી ફેનિલને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. 302 સહિતની અલગ અલગ કલમોમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. 

Top Stories Gujarat Surat
2 3 1 બહુચર્ચિત ગ્રિષ્મા હત્યા કેસ : ફેનિલ 302 સહિતની કલમોમાં દોષિત જાહેર
  • સુરતઃ બહુચર્ચિત ગ્રિષ્મા હત્યા કેસ
  • આરોપી ફેનિલને કરાયો દોષિત જાહેર
  • 302 સહિતની અલગ અલગ કલમોમાં દોષિત ઠેરવ્યો
  • સુરત કોર્ટના જજ વિમલ કે વ્યાસ દ્વારા દોષિત જાહેર
  • 12 ફેબ્રુ.ના રોજ પાસોદરામાં બની હતી ઘટના

સુરતના બહુચર્ચિત ગ્રીષ્મા હત્યા કેસમાં આજ રોજ આરોપી ફેનિલને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. 302 સહિતની અલગ અલગ કલમોમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે.  સુરત કોર્ટના જજ વિમલ કે વ્યાસ દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યો છે. 12 ફેબ્રુ.ના રોજ પાસોદરામાં ગ્રીષ્મની હત્યા કરવામાં આવી હતી.

બહુચર્ચિત ગ્રિષ્મા હત્યા કેસમાં જજ વિમલ વ્યાસે ગ્રીષ્માનો હત્યારો ફેનીલ દોષિત જાહેર કર્યો છે. બંને પક્ષે દલીલો પૂર્ણ કરવામાં આવી છે. કેસમાં સજા માટે આવતીકાલની મુદત પડી શકે છે. ફેનીલને આવતીકાલે સંભળાવવામાં આવશે સજા. સંભવતઃ આજીવન કેદની સજા થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. વિડિયો ક્લિપ સૌથી મહત્વનો પુરાવો હતો.

અત્રે નોધનીય છે કે, ગત 16 તારીખે ફેનીલનાં વકીલ હાજર ન રહેતા સુનાવણી ટળી હતી. 12 ફેબ્રુઆરીના રોજ સુરત ના પાસોદરામાં ઘટના બની હતી. 25 ફેબ્રુઆરીથી કેસની સુનાવણી સુરત કોર્ટ ખાતે શરુ થઇ હતી. આ કેસમાં કુલ 105 સાક્ષીઓ ને તપાસવામાં આવ્યા હતા.  સરકાર પક્ષ દ્વારા ફેનિલ ને આકરી સજા થાય તેવી માંગ કરાઈ છે. સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસની વાત કરીએ તો આ કેસ સુરતની કોર્ટમાં ચાલી રહ્યો હતો.

નોંધનીય છે કે, સુરતમાં ફેનિલ ગોયાણી નામના યુવક દ્વારા એકતરફી પ્રેમમાં ગ્રીષ્મા વેંકરિયાનું ગળું ચપ્પુ વડે કાપી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ ફેનિલ નામના યુવક દ્વારા પણ હાથ પગમાં ચપ્પુના ઘા મારી ઝેરી દવા પી લેવામાં આવી હતી. તેમ છતાં તેનો જીવ બચી ગયો હતો. ત્યાર બાદ ફેનિલની પોલીસ દ્વારા ધરપકડ કરી કેસ ચલાવવામાં આવ્યો હતો.

Ballistic Missile / પુતિનની સરમત મિસાઈલ -જે દુશ્મનોને રશિયા વિશે વિચારવા મજબૂર કરશે?