Not Set/ આ રાજ્યમાં શાળા શરૂ થતાં જ બે શિક્ષકો કોરોના પોઝીટીવ જોવા મળ્યા..

આ રાજ્યમાં શાળા શરૂ થતાં જ બે શિક્ષકો કોરોના પોઝીટીવ જોવા મળ્યા..

Top Stories India
નલિયા 19 આ રાજ્યમાં શાળા શરૂ થતાં જ બે શિક્ષકો કોરોના પોઝીટીવ જોવા મળ્યા..

મહારાષ્ટ્રમાં સ્કૂલ-કોચિંગ 289 દિવસ પછી શરૂ કરવામાં આવી છે. વિધાર્થીઓ અને વાલીઓ માટે આ એક સારા સમાચાર છે. પરંતુ આ સારા સમાચાર માઠા  સમાચારમાં ફેરવાઇ ગયા છે. રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આજે નવમા અને દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરીથી ખોલવામાં આવી છે, પરંતુ બે શિક્ષકો કોરોના વાયરસથી ચેપ ગ્રસ્ત મળી આવતા વાલીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. પાલિકાના એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યું કે શાળા શરૂ થયાના પહેલા જ દિવસે મ્યુનિસિપલ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સારી હતી. જો કે, શાળાઓમાં આવતા વિદ્યાર્થીઓની વાસ્તવિક સંખ્યા સાંજના સમયે જાણી શકાશે.

Political / ભાજપ અને સંઘ બંનેના સુપ્રીમો ગુજરાતમાં, શું હોઈ શકે છે રણનીત…

Bird / આવો ફરી કુદરતના ખોળે, જાણો વિશેષ રૂપાળું પક્ષી નીલકંઠ વિષે&#…

અધિકારીએ જણાવ્યું હતું કે ઔરંગાબાદ મહાનગરપાલિકાએ તમામ શિક્ષકો માટે કોરોના વાયરસ પરીક્ષણ ફરજિયાત બનાવ્યું છે. કોરોના વાયરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને ગત વર્ષે માર્ચમાં શાળાઓ બંધ કરવામાં આવી હતી. હવે તેઓ નવમા અને દસમા ધોરણ માટે ખોલવાની છૂટ છે. અધિકારીએ જણાવ્યું હતું કે, 1358 શિક્ષકો અને અન્ય કર્મચારીઓની આરટી-પીસીઆર તપાસ 28 ડિસેમ્બરથી 3 જાન્યુઆરીની વચ્ચે કરવામાં આવી છે. તેમાંથી બે શિક્ષકો અને એક કર્મચારી અત્યાર સુધી ચેપ ગ્રસ્ત મળી આવ્યા છે.

ahmedabada / જો તમે પાન મસાલાનાં શોખીન હોવ તો ચેતી જજો, આ નામાંકિત કંપનીન…

આ અંગે મ્યુનિસિપલ એજ્યુકેશન અધિકારી રામનાથ થોરેનો સંપર્ક સાધતાં તેઓએ જણાવ્યું હતું કે શાળાઓમાં બાળકોની હાજરી સારી છે. તેમણે કહ્યું, “કેટલાક વિદ્યાર્થીઓ પાસે પેરેંટલની સંમતિ ફોર્મ નહોતું.” તેઓને પરત મોકલવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ શાળાએ આવવા માટે ઉત્સાહિત છે અને અમે આગામી દિવસોમાં તેમની સંખ્યામાં નિશ્ચિત વધારો જોશું. ”એક ખાનગી શાળાના વરિષ્ઠ શિક્ષક અજય નિલાંગેકરે જણાવ્યું હતું કે, સારી સંખ્યામાં વિદ્યાર્થીઓ સવારે શાળાએ આવ્યા હતા.

Plan / રાજકોટના યુવાને દેવું થઈ જતા પોતાના અપહરણનો પ્લાન ઘડ્યો !! પ…

બીજી તરફ, ઉત્તરપ્રદેશના પ્રયાગરાજની પ્રાથમિક શાળા હાંડિયાના બે શિક્ષકો અને રસુલાબાદમાં ઇન્ટર કોલેજના કેટલાક શિક્ષકો પણ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો