Not Set/ શ્રીસંત પરથી આજીવન પ્રતિબંધ હટાવ્યો સુપ્રીમ કોર્ટ

દિલ્હી, સુપ્રીમ કોર્ટ દ્વારા ક્રિકેટર એસ શ્રીસંતને લાઇફટાઇમ બેન કેસમાં મોટી રાહત આપી છે. શુક્રવારે કોર્ટે તેમના પર લાગેલું લાઇફટાઇમ બેન રદ કરવાનો આદેશ આપ્યો છે.. સાથે સાથે બીસીસીઆઇને 3 મહિનાની અંદર આ કેસ પર નિર્ણય લેવામાં જણાવ્યું છે. જો કે બીસીસીઆઈ આ નિર્ણયના કરે ત્યાં સુધી શ્રીસંત રમત નહીં રમી શકે. IPL માં સ્પોટ […]

Top Stories Sports
ppl 9 શ્રીસંત પરથી આજીવન પ્રતિબંધ હટાવ્યો સુપ્રીમ કોર્ટ

દિલ્હી,

સુપ્રીમ કોર્ટ દ્વારા ક્રિકેટર એસ શ્રીસંતને લાઇફટાઇમ બેન કેસમાં મોટી રાહત આપી છે. શુક્રવારે કોર્ટે તેમના પર લાગેલું લાઇફટાઇમ બેન રદ કરવાનો આદેશ આપ્યો છે.. સાથે સાથે બીસીસીઆઇને 3 મહિનાની અંદર આ કેસ પર નિર્ણય લેવામાં જણાવ્યું છે. જો કે બીસીસીઆઈ આ નિર્ણયના કરે ત્યાં સુધી શ્રીસંત રમત નહીં રમી શકે.

IPL માં સ્પોટ ફિક્સિંગમાં નામ સામે આવ્યા પછી બીસીસીઆઈએ શ્રીસત પર લાઇફટાઇમ પ્રતિબિંબ લગાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે  શ્રીસંતને અપાયેલી સજા વધારે છે. બીસીસીઆઈ તેમની સજા પર ફરીથી વિચાર કરે અને 3 મહિનાની અંદર નિર્ણય લે.

તેની સાથે જ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું કે શ્રીસંતનું કહેવું બરાબર છે કે બીસીસીઆઈને કોઈ આજીવન પ્રતિબિંધનો કોઈ અધિકાર નથી. બીસીસીઆઈ કોઈપણ બાબતમાં ક્રિકેટર પર અનુશાનાત્મક પગલાં લેવાનું અધિકાર હોય છે. ‘

શ્રીસંતે એક વેબસાઈટ સાથેની વાતચીતમાં કોર્ટના આ નિર્ણય પર સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, ‘સુપ્રીમ કોર્ટ દ્વારા મને નવું જીવન આપવામાં આવ્યુ છે. તેનાથી મને મારું ગુમાવેલ સમ્માન મેળવામાં મદદ મળશે. ‘

કેરળના 36 વર્ષના આ બોલરએ કહ્યું, ‘મેં શરુઆત કરી છે અને હું આશા રાખું છું કે હું ટૂંક સમયમાં ક્રિકેટ રમવાનું શરૂ કરીશ.’ભારત માટે 27 ટેસ્ટ, 53 એકદિવસીય અને 10 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમનારા આ ફાસ્ટ બોલરએ બીસીસીઆઇને વિનંતી કરી કે તે તેમના સજા પર કોઈ નિર્ણય લેશે અને તે માટે 90 દિવસનો સમય નહિ લે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 169 વિકેટ લેવાનારા શ્રીસંતે કહ્યું કે તે ઘણો સમયથી રાહ જોઇ રહ્યો છે. તેમણે કહ્યું, ‘મેં લાંબા સમય સુધી રાહ જોઇ. લગભગ છ વર્ષથી રાહ જોવુ છું. ‘ તેમણે કહ્યું કે હું ક્લબ ક્રિકેટથી રમવાનું શરૂ કરવા માંગું છું જે એપ્રિલમાં શરૂ થઈ રહ્યો છે.મને સ્કોટિશ લીગમાં રમવાની આશા છે.

આપને જણાવી દઈએ કે આ નિર્ણય પછી હવે તે નક્કી છે કે આ ફાસ્ટ બોલર કોઈપણ ઘરેલુ અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે હવે ક્રિકેટ રમવા તૈયાર છે.

કોર્ટ દ્વારા બીસીસીઆઈને 3 મહિનાનો સમય આપ્યો છે અને સાથે સાથે સજાના સમય પણ બીસીસીઆઈ નક્કી કરશે. શ્રીસત પર લાઇફટાઇમ બાનને કાઢી નાખવામાં આવ્યો છે, પરંતુ સજાના નવા સમય-મર્યાદા પર હવે બીસીસીઆઇ ફરીથી કોઈ નિર્ણય લેશે.

આ પહેલા કેરલ હાઇ કોર્ટ દ્વારા શ્રીસંત પર બીસીસીઆઇ દ્વારા લાદવામાં આવેલા જીવનભર પ્રતિબંધને જાળવી રાખ્યો હતો. આ જ નિર્ણયને શ્રીસંતે સર્વોચ્ચ અદાલતમાં પડકાર આપ્યો હતો. શ્રીસંત સાથે સાથે રાજસ્થાન રોયલ્સના અજિત ચંદેલ અને અંકિત ચૌહાણ પર પણ બેન લગાવામાં આવ્યો. તેની સાથે જ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગની ટીમને  બે વર્ષ માટે આઇપીએલથી બેન કરાઈ હતી.