Not Set/ રાજકોટમાં 10 જેટલા શખ્સોએ પથ્થરમારો બુટલેગરની કરી હત્યા

રાજકોટના બુટલેગરની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.  મંગળવારના રોજ 10 જેટલા શખ્સો દ્વારા પથ્થર તેમજ છરીના ઘા ઝીંકી બૂટલેગરની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

Top Stories Rajkot Gujarat
બુટલેગરની

આજકાલ રાજ્યમાં વધી રહેલા હત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં રાજકોટના બુટલેગરની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.  મંગળવારના રોજ 10 જેટલા શખ્સો દ્વારા પથ્થર તેમજ છરીના ઘા ઝીંકી બૂટલેગરની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે થોરાળા પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, ખોડિયારપરામાં રહેતો બૂટલેગર સલીમ ઉર્ફે સાજિદ (ઉ.વ.42) એંસી ફૂટ રોડ પર આજી ડેમ નજીક અમૂલ સર્કલ પાસે આવેલા ધરતી રસ ડેપો નામે ચિચોડા પાસે મંગળવારે રાત્રે 11.30 વાગ્યે બેઠો હતો ત્યારે આઠથી દશ શખ્સો બાઇકમાં ધસી આવ્યા હતા અને રસ ડેપો પર પથ્થરમારો કર્યો હતો, પથ્થરમારો થતાં ત્યાં હાજર ગ્રાહકો અને અન્ય લોકોમાં દોડધામ મચી ગઇ હતી. ત્યારબાદ હુમલાખોરોએ સલીમને છરીના બે ઘા ઝીંકી દીધા હતા.

સમગ્ર મામલાની જાણ થતાં થોરાળા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડી હતી..

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સલીમ પર હુમલો થયો ત્યારે તેની સાથે રસ ડેપોમાં તેનો એક પરિચિત વ્યક્તિ હતો પરંતુ ઘટનાને પગલે તે નાસી ગયો હતો, સલીમની હત્યા કોણે અને શા માટે કરી તે અંગે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. સલીમ ઉર્ફે સાજિદ દારૂના ગુનામાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે, પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

આ પણ વાંચો :સિટી બસની હડફેટે આવી કોલેજીયન યુવતી, ઘટના CCTVમાં કેદ

આ પણ વાંચો :અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે સરેઆમ યુવતીની કરી હત્યા, પોલીસ સ્ટેશન માત્ર 100 મીટર હતું

આ પણ વાંચો :મહુવામાં રાજ્યકક્ષાના મંત્રીના પુત્રનો ફાયરિંગ કરતો વાયરલ, સો. મીડિયામાં લોકોએ ઠાલવ્યો રોષ

આ પણ વાંચો :કચ્છમાં મહિલા સંતોના સેમીનારમાં PM મોદીએ જાણો શું કહ્યું…