- વડોદરામાં અકસ્માતની ઘટના
- સીટી બસની અડફેટે યુવતીનું મોત
- યુવતી MS યુનિ.માં કરતી હતી અભ્યાસ
- બસ સ્ટેશનમાં બસ પ્રવેશતા જ બની ઘટના
- અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ
વડોદરામાં સિટી બસની અડફેટે યુવતીનું મોત થયાની ઘટના સામે આવી છે. સિટી બસનીના ડ્રાયવરે બેફામ બસ ચલાવી યુવતીને કચડી નાખી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતની યુવતી એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. સિટી બસના ડ્રાઇવર જયેશ પરમારે ગફલત ભર્યુ ડ્રાઈવિંગ કરી યુવતીને કચડી નાખી. સિટી બસ સ્ટેશનમાં પ્રવેશતા જ ઘટના બની હતી. ગઈ કાલે મોડી સાંજે ધટના બની હતી.
મળતી માહિતી અનુસાર, વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની બસ સ્ટેશનમાં પ્રવેશી રહી હતી. તે દરમિયા બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલી એક બેફામ સિટીબસના ડ્રાઈવરે ગફલત ભરી રીતે યુવતીને અડફેટે લેતાં યુવતીનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે આ સમગ્ર ઘટના બસ સ્ટેશન પાસે લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
સમગ્ર ઘટના સિટી બસ સ્ટેશનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં ડ્રાઈવરની ઘોર નિષ્કાળજી જોઈ શકાય છે. ઘટના બાદ આરોપી બસ ડ્રાઈવર જયેશ પરમારને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. સિટી બસ સંચાલકોએ બસ ડ્રાઈવરને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. તો સયાજીગંજ પોલીસે ડ્રાઈવર જયેશ પરમારની અટકાયત કરી હતી.
બસ સ્ટેશન પાસે આ ઘટના બનતા જ લોકોના ટોળા વળી ગયા હતા. આ બનાવને નરી આંખે જોનાર લોકો પણ સ્તબ્ધ થઇ ગયા હતા. દરમિયાન આ બનાવની જાણ પોલીસને થતાં તુરંત જ પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને મરનાર યુવતી અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો :અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે સરેઆમ યુવતીની કરી હત્યા, પોલીસ સ્ટેશન માત્ર 100 મીટર હતું દૂર
આ પણ વાંચો :મહુવામાં રાજ્યકક્ષાના મંત્રીના પુત્રનો ફાયરિંગ કરતો વાયરલ, સો. મીડિયામાં લોકોએ ઠાલવ્યો રોષ
આ પણ વાંચો : કચ્છમાં મહિલા સંતોના સેમીનારમાં PM મોદીએ જાણો શું કહ્યું…
આ પણ વાંચો :રાજ્યમાં કોરોનાના નવા 55 કેસ,એક દર્દીનું મોત
