ગુજરાત રાજ્યમાં વિકાસની પોલ ખોલતા આ દ્રશ્યો જોઇ કોઇપણ સમજી શકે છે કે અહી વિકાસ કેટલો થયો છે. અહી વાત ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાની થઇ રહી છે, જ્યા ધાનેરામાં બાળકોને શાળાએ જવા માટે બસો બંધ કરી દેવાથી મોતની સવારી કરવી પડી રહી છે. સ્પષ્ટપણે જોઇ શકાય છે કે બાળકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વાહનોની ઉપર બેસીને મુસાફરી કરી રહ્યા છે. જે તેમના માટે ઘણું જોખમી સાબિત થઇ શકે છે.

બનાસકાંઠાનાં ધાનેરામાં બસોનાં રૂટ બંધ થતા બાળકો મોતની સવારી કરવા મજબૂર બન્યા છે. 20 કરતા વધુ બસોનાં રૂટ બંધ થવાથી બાળકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહી બાળકોને બસોની વ્યવસ્થા ન હોવાથી ખાનગી વાહનોમાં જીવનાં જોખમે મોતની સવારી કરવી પડી રહી છે. આ મામલે વારંવાર રજૂઆત કરાઈ હોવા છતા પણ કોઈ ઉકેલ ન આવતા મંતવ્ય ન્યૂઝ દ્વારા તંત્રની આંખ ઉઘાડવાના પ્રયાસો કરાયા હતા અને મંતવ્ય ન્યૂઝનાં અહેવાલનાં પગલે પોલીસે 100 જેટલા વાહનો ડિટેઈન પણ કર્યા હતા.

આપને જણાવી દઇએ કે, અહી 20 કરતા વધુ બસોનાં રૂટ બંધ કરી દેવામાં આવતા બાળકોને મોતની સવારી કરવી પડી રહી છે. મળી રહેલી માહિતી અનુસાર એસટી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતા તે ઘોર નિદ્રામાં હોય તેમ કોઇ ઉકેલ લાવી રહ્યુ નથી. જો કે મંતવ્ય ન્યૂઝનાં અહેવાલ બાદ ધાનેરા પોલીસે 100 જેટલા વાહનોને ડિટેઇન કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
