પોલીસને જનતાની સુરક્ષા અને કાયદો જળવાઇ રહે તે માટે ભરતી કરવામાં આવે છે. ત્યારે એક પોલીસકર્મીની કરતૂતે કાયદો વ્યવસ્થા બનાવી રાખતી પોલીસ પર જ સવાલ ઉભો કર્યો છે. ખેડાથી મળી રહેલા સમાચાર મુજબ અહી પોલીસનો પૈસાની ઉઘરાણી કરતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ખેડા જિલ્લાનાં પોલીસકર્મી પૈસા લેતા હોય તેવુ સ્પષ્ટપણે જોવા મળ્યુ હતુ. આ વીડિયોને ખેડાનાં લાડવેલ ચોકડી પાસેનો બતાવવામાં આવી રહ્યો છે.
વીડિયો મુજબ પોલીસકર્મી રસ્તા પરથી પસાર થઇ રહેલા વાહનચાલકો પાસેથી પૈસા લેતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો વાહન ચાલકે ખુદ ઉતાર્યો હોવાનુ સામે આવી રહ્યુ છે અને તેણે જ આ વીડિયોને વાયરલ કર્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. વીડિયો જોયા બાદ પોલીસ તંત્રમાં ખડભડાટ મચી જવા પામી છે. જે પોલીસને સેવા, સુરક્ષા અને શાંતિ બની રહે તે માટે રાખવામાં આવી છે તે જ પોલીસ રસ્તા પર ઉભી રહીને વાહનચાલકો પાસેથી પૈસાની ઉઘરાણી કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એક તરફ દેશભરમાં પોલીસની વાહવાહી થઇ રહી છે તો બીજી તરફ ખેડા જિલ્લાની લાડવેલ ચોકડી પર પોલીસકર્મીઓ વાહનચાલકો પાસેથી ખુલેઆમ પૈસાની ઉઘરાણી કરતા જોવા મળી રહ્યા છે. જેને લઇને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
જુઓ ખાસ અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
