Devbhumi Dwarka/ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર કચેરી ખાતે દિશા સમિતિની બેઠક મળી

ખુશાલ ગોકાણી – પ્રતિનિધિ દેવભૂમિ દ્વારકા

Gujarat Others
દેવભૂમિ દ્વારકા, પૂનમ માડમ

દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદ્દન ખાતેના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, જિલ્લાના મહત્વના પ્રશ્નો ઉકેલવાનું માધ્યમ દિશા મોનીટરીંગ સમિતિ રહી છે.
જિલ્લાને મૂંઝવતા પ્રશ્નો વિશે આ બેઠકમાં ફળદાયી ચર્ચા-વિમર્શ કરી ઝડપથી નિરાકરણ લાવીને જિલ્લાને વિકાસના માર્ગે આગળ વધારવા સૌએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ જેથી જનતાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવી શકે.

બેઠકમાં સાંસદએ સરકારની વિવિધ યોજનાઓની સમિક્ષા કરી હતી તેમજ જિલ્લાના તમામ વિભાગોની કામગીરી, સરકારી યોજનાઓની અમલવારી તેમજ વિભાગોના લક્ષ્યાંકોની માહિતી મેળવી હતી અને જરૂરી દિશા નિર્દેશ કરી વિવિધ યોજનાકીય લાભો છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે તે દિશામાં અધિકારીઓ અને પદાધિકારીઓ સૌ સાથે મળી કાર્ય કરે તે માટે જણાવ્યું હતું.

સાંસદએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન જરૂરિયાતમંદ કોઈ પણ નાગરિક યોજનાકીય લાભથી વંચિત ના રહી જાય તે દિશામાં કામ કરવા આહવાન કર્યું હતું.

આ બેઠકમાં ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા કલેક્ટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.ધાનાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર કચેરી ખાતે દિશા સમિતિની બેઠક મળી


આ પણ વાંચોઃ મોદી સામે ગેહલોતનો જાદુ ન ચાલ્યો, રાજસ્થાનમાં કોને કેટલી સીટો મળશે; તમામ એક્ઝિટ પોલ

આ પણ વાંચોઃ મધ્યપ્રદેશમાં કોઈએ કોંગ્રેસને તો કોઈએ ભાજપને ગણાવ્યું આગળ

આ પણ વાંચોઃ આ 5 નવા નિયમો 1 ડિસેમ્બરથી લોકોના જીવનમાં લાવશે ઘણા બદલાવ, જાણો શું આવ્યા બદલાવ?