Kheda/ માતરમાં કમોસમી વરસાદથી નુકસાન થયેલ ખરીફ પાકોનો સર્વેની કામગીરી પુરજોશમાં

હેમંત દેસાઈ – પ્રતિનિધિ, માતર

Gujarat Others
માતર, કમોસમી વરસાદ, માવઠું સર્વે
  • ખેડૂતોને સહાય કેટલી મળશે ? તે અંગે હાલમાં ખેડુતો અસમંજસમાં
  • માતરના 49 ગામડાઓમાં સર્વે કરવા ખેડા, મહેમદાવાદ અને વસોમાંથી વધુ 20 ગ્રામસેવકો કામગીરીમાં જોડાયા
  • છેલ્લા 2 દિવસોમાં અંદાજીત 700 હેકટરમાં સર્વે કરવામાં આવ્યો
  • સર્વેની કામગીરીમાં ગ્રામસેવકો, સરપંચ, સભ્યો, આગેવાનો, ખેડૂતો જોડાયા

માતર તાલુકાના ગામડાઓમાં તાજેતરમાં કમોસમી વરસાદના કારણે ખરીફ પાકોમાં સૌથી વધુ ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં કરોડોનું નુકસાન થવા પામેલ છે. ખેડૂતો પાયમાલ બન્યા છે. તેઓની હાલત કફોડી થઈ જવા પામી છે. સર્વેની કામગીરી તંત્ર દ્વારા પુરજોશમાં ચાલી રહી હોવાનું જાણવા મળેલ છે.

આ અંગેની વધુ માહિતી આપતા માતરના વિસ્તરણ અધિકારી પ્રમોદભાઈના કહેવા મુજબ સરકારની મળેલ સૂચના મુજબ માતર તાલુકાના ગામડાઓમાં માવઠાને લઈને ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતા સર્વેની કામગીરી નિયત સમયમાં પૂર્ણ કરવા જણાવેલ છે. જેમાં માતર તાલુકામાં 49 ગામડાંઓ આવેલ છે.

20 ગ્રામસેવકો હાલમાં ફરજ બજાવી રહેલ છે દરેક ગ્રામસેવકોને સરેરાશ 2થી 3 ગામડાંઓ આવેલ છે. નિયત સમયમાં આ સર્વેની કામગીરી પૂર્ણ કરવાની હોવાથી માતરમાં વધુ 20 ગ્રામસેવકોને સર્વેની કામગીરી કરવા ફાળવવામાં આવ્યા છે જે માતર, મહેમદાવાદ અને વસો ખાતેથી અત્રે મુકવામાં આવ્યા છે.

ગ્રામસેવકો મારફતે છેલ્લા બે દિવસોમાં 20 ગામડાઓમાં થઈને અંદાજીત 700 હેકટરમાં સર્વે કરવામાં આવ્યો છે. આગામી એકાદ બે દિવસમાં આ સર્વેની કામગીરી પૂર્ણ થઈ જશે હાલમાં આ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

માતર પંથકમાં કમોસમી માવઠાથી ડાંગરના પાકને વધુ નુકસાન થવા પામેલ છે. આ અંગે માતરના જુદા જુદા ગામડાઓમાંથી ખેડૂતો એ પોતાના ખેતરોમાં ડાંગર ઉભા પાકને તેમજ ડાંગર કાપણી કર્યા બાદ વરસાદના પાણી ડાંગરના પાક પર ફરી વળેલા તેમજ ખેતરોમાં પાણીમાં ડૂબેલા પાકના ફોટોગ્રાફ અને વિડીઓ પણ મોકલી આપ્યા હતા જેને લઈને જિલ્લામાં પણ આ અંગેની રજુઆત કરવામાં આવી હતી.

કમોસમી વરસાદથી થયેલ નુકસાનની સહાય સરકાર દ્વારાશું નક્કી કરવામાં આવી છે? તે અંગે ખેડૂતો અસમંજસમાં છે તેઓની પાસે કોઈ જાણકારી નથી. આ અંગેની જાણકારી માટે સ્થાનિક ખેડૂતો ગ્રામ પંચાયતોમાં તેમજ ગ્રામસેવકોનો સંપર્ક કરી રહ્યા છે પણ આ અંગે કોઈ જવાબો મળવા પામ્યા નથી.

આ અંગેના પ્રશ્નમાં માતર વિસ્તરણ અધિકારી એ જણાવ્યું હતું કે આ અંગે મારી પાસે કોઈ માહિતી નથી પણ જિલ્લામાં તપાસ કરી ને જણાવું છુ. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે અગાઉ પ્રતિ હેકટરે રૂપિયા 6800ની સહાય ચૂકવવામાં આવતી હતી.


whatsapp ad White Font big size 2 4 માતરમાં કમોસમી વરસાદથી નુકસાન થયેલ ખરીફ પાકોનો સર્વેની કામગીરી પુરજોશમાં


આ પણ વાંચોઃ મોદી સામે ગેહલોતનો જાદુ ન ચાલ્યો, રાજસ્થાનમાં કોને કેટલી સીટો મળશે; તમામ એક્ઝિટ પોલ

આ પણ વાંચોઃ મધ્યપ્રદેશમાં કોઈએ કોંગ્રેસને તો કોઈએ ભાજપને ગણાવ્યું આગળ

આ પણ વાંચોઃ આ 5 નવા નિયમો 1 ડિસેમ્બરથી લોકોના જીવનમાં લાવશે ઘણા બદલાવ, જાણો શું આવ્યા બદલાવ?