ગુજરાત/ વાવઝોડાગ્રસ્ત અગરિયા પરિવારોને રાહત પેકેજ આપવા પોસ્ટ કાર્ડ ઝુંબેશ

તાઉતૈ વાવાઝોડાને કારણે રણમાં મીઠું પકવતા અગરિયાઓએ કરેલી દિવસ-રાતની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

Gujarat Others
1 382 વાવઝોડાગ્રસ્ત અગરિયા પરિવારોને રાહત પેકેજ આપવા પોસ્ટ કાર્ડ ઝુંબેશ

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

“તાઉતૈ”વાવાઝોડાને કારણે રણમાં મીઠું પકવતા અગરિયાઓએ કરેલી દિવસ-રાતની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જેથી અગરિયા પરિવારોને રાજ્ય સરકાર સહાય આપે તે જરૂરી છે. જેથી અગરિયા પરિવારો સહાય મેળવવા માટે થઇને શનિવારે હળવદ તાલુકાનાં જુદા જુદા રણકાંઠાનાં ગ્રામ્ય વિસ્તારનાં અગરિયા પરિવારો દ્વારા રાજ્યનાં મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખી પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા પ્રયાસ કરાયો હતો.

દીવા તળે અંધારું..!: ઊના ગીરગઢડા પંથકની પ્રાથમિક શાળામાં વાવાઝોડાએ ઓનલાઇન શિક્ષણ કર્યુ ઓફ

હળવદ,માળીયા ,ધાંગધ્રાને અડીને આવેલ કચ્છનાં નાના રણમાં મીઠું પકવી ગુજરાન ચલાવતા આગરીયા પરિવારોને તાઉતૈ વાવાઝોડાને કારણે ભારે નુકસાની થઈ છે જેથી અગરિયા પરિવારોને સહાય મળે તે માટે થઈ અગાઉ ધારાસભ્યએ, જિલ્લા પંચાયતનાં પ્રમુખ, જિલ્લા પંચાયતનાં સદસ્ય સહિતનાઓ દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી અગરિયાઓને કોઈપણ પ્રકારની સહાય ન મળતા આખરે અગરિયા પરિવારો દ્વારા પોસ્ટ કાર્ડ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે.

નિઘન: RSS ગુજરાત પ્રાંતના અગ્રણી અમૃતભાઈ કડીવાલાની વસમી વિદાય,PM મોદી તેમજ ગૃહમંત્રી અમીત શાહે આપી શ્રદ્ધાંજલિ

હળવદ તાલુકાના ટીકર, અજીતગઢ,માનગઢ,કીડી સહિતના ગામોના અગરીયા પરિવારોએ રાજ્યના મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખી વાવાઝોડામાં મીઠામાં પારાવાર ધોવાણ અને સોલર સિસ્ટમને થયેલા નુકસાને લિધે અગરિયા પરિવારો ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં મુકાઇ ગયા છે તેને લઈ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક રાહત પેકેજ અને કેસ ડોલ આપે તે માટે પોસ્ટકાર્ડ ઝુંબેશ ચલાવી અગરિયા પરિવારો પોતાની માંગ રાજ્ય સરકાર સુધી પહોંચાડી રહ્યા છે.

kalmukho str 8 વાવઝોડાગ્રસ્ત અગરિયા પરિવારોને રાહત પેકેજ આપવા પોસ્ટ કાર્ડ ઝુંબેશ