Not Set/ દેશના આ રાજય માં શરૂ થયું ડોર ટુ ડોર રસીકરણ અભિયાન, એક સાથે 10 લોકોને અપાશે રસી

દેશમાં  આ વખતે કોરોના ની બીજી લહેર ખુબ જ ભયનાક જોવા મળી હતી .સરકાર દ્વારા  આ લહેર ને નિયંત્રણમાં લાવવા સરકાર અથાગ પ્રયત્નો કરતી હોય છે , સરકાર દ્વારા સમગ્ર દેશ માં  રસીકરણ ઝડપી બનવવામાં આવ્યું છે .જેમાં ૧૮ થી વધુ વયના લોકોને મફત માં રસી આપવામાં આવે છે . જેમાં  રાજસ્થાન સરકાર  દ્વારા બિકાનેર […]

India
Untitled 121 દેશના આ રાજય માં શરૂ થયું ડોર ટુ ડોર રસીકરણ અભિયાન, એક સાથે 10 લોકોને અપાશે રસી

દેશમાં  આ વખતે કોરોના ની બીજી લહેર ખુબ જ ભયનાક જોવા મળી હતી .સરકાર દ્વારા  આ લહેર ને નિયંત્રણમાં લાવવા સરકાર અથાગ પ્રયત્નો કરતી હોય છે , સરકાર દ્વારા સમગ્ર દેશ માં  રસીકરણ ઝડપી બનવવામાં આવ્યું છે .જેમાં ૧૮ થી વધુ વયના લોકોને મફત માં રસી આપવામાં આવે છે . જેમાં  રાજસ્થાન સરકાર  દ્વારા બિકાનેર શહેરમાં ડોર ટુ ડોર રસીકરણ  અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ડોર ટુ ડોર રસીકરણ અભિયાન સોમવારથી શરૂ કરવામાં આવશે. હાલમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવશે. આ કામગીરી માટે બે એમ્બ્યુલન્સ અને ત્રણ મોબાઇલ ટીમો તૈયાર કરવામાં આવી છે.

બિકાનેરમાં ડોર ટુ ડોર રસીકરણ અભિયાનની આ કામગીરી હાથ ધરવા માટે રાજ્ય વહીવટીતંત્રે એક હેલ્પલાઈન નંબર શરૂ કર્યો છે. આ નંબર પર Whatsapp દ્વારા લોકો પોતાનું નામ અને સરનામું દાખલ કરીને રસી માટે પોતાને નોંધણી કરાવી શકે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે શહેરમાં ડોર ટુ ડોર રસીકરણ  અભિયાન અંતર્ગત રસીકરણની ટીમ 10 લોકો નોંધણી કરાવે ત્યારે જ ઘરે પહોંચશે. આની પાછળનું કારણ છે કે રસીની એક શીશીમાંથી 10 લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવે છે. 10 લોકોની સંખ્યા નક્કી કરવામાં આવી છે જેથી રસીનો બગાડ ન થાય.