Not Set/ #MP/ નરસિંહપુરમાં ટ્રક પલટી ખાઇ જવાથી 5 મજૂરોનાં મોત, એક મજૂરમાં મળ્યા કોરોનાનાં લક્ષણ

મધ્યપ્રદેશનાં નરસિંહપુર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં 5 મજૂરોએ જીવ ગુમાવ્યો હતો. નરસિંહપુર જિલ્લાનાં મુંહવાની પોલીસ સ્ટેશનનાં પાઠા ગામ નજીક કેરીઓથી ભરેલી ટ્રક બેકાબૂ થઇ ગયા બાદ પલટી ખાઈ ગઈ હતી. આ ટ્રકમાં 20 મજૂર હતા. જે હૈદરાબાદથી ઉત્તર પ્રદેશ એટા અને ઝાંસી જઈ રહ્યા હતા. 5 મજૂરની મોત ટ્રકમાં દબાઇને થઇ ગઇ છે, જ્યારે 2 ની […]

India
6ba272cb422937a7e79e7441b475ad16 #MP/ નરસિંહપુરમાં ટ્રક પલટી ખાઇ જવાથી 5 મજૂરોનાં મોત, એક મજૂરમાં મળ્યા કોરોનાનાં લક્ષણ
6ba272cb422937a7e79e7441b475ad16 #MP/ નરસિંહપુરમાં ટ્રક પલટી ખાઇ જવાથી 5 મજૂરોનાં મોત, એક મજૂરમાં મળ્યા કોરોનાનાં લક્ષણ

મધ્યપ્રદેશનાં નરસિંહપુર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં 5 મજૂરોએ જીવ ગુમાવ્યો હતો. નરસિંહપુર જિલ્લાનાં મુંહવાની પોલીસ સ્ટેશનનાં પાઠા ગામ નજીક કેરીઓથી ભરેલી ટ્રક બેકાબૂ થઇ ગયા બાદ પલટી ખાઈ ગઈ હતી. આ ટ્રકમાં 20 મજૂર હતા. જે હૈદરાબાદથી ઉત્તર પ્રદેશ એટા અને ઝાંસી જઈ રહ્યા હતા.

5 મજૂરની મોત ટ્રકમાં દબાઇને થઇ ગઇ છે, જ્યારે 2 ની હાલત નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે, જ્યારે 13 ઇજાગ્રસ્તોની સારવાર જિલ્લા હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. આશ્ચર્યજનક વાત એ છે કે આમાંથી એક મજૂરને કોરોનાનાં લક્ષણો પણ જોવા મળ્યાં છે. જે કારણે ટ્રકની કેરીઓને નષ્ટ કરી દેવામાં આવી છે. વળી દરેકનાં સેમ્પલ લઈ જવામાં આવી રહ્યા છે.

કોરોના સંકટને કારણે દેશવ્યાપી લોકડાઉનનો સૌથી મોટો પ્રભાવ ફક્ત કામદારો પર જોવા મળી રહ્યો છે. કામ કર્યા વગર મજૂરોનું જીવવું મુશ્કેલ બની ગયું છે, તેથી આ પરપ્રાંતિય મજૂરો સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરી રહ્યા છે આવી જ એક ઘટના શુક્રવારે બની હતી. જ્યારે મહારાષ્ટ્રનાં કેટલાક મજૂરો મધ્યપ્રદેશ તરફ પગપાળા પ્રવાસ કરી રહ્યા હતા. કામદારો પાટા પર ચાલતા જતા ત્યાં સૂઇ ગયા હતા. જ્યાં એક માલગાડીએ તેમને કચડી નાખ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.