Not Set/ PM Cares Fund ને લઇને રાહુલ ગાંધીએ એકવાર ફરી ઉઠાવ્યો સવાલ, મોડી રાત્રે કર્યું આ ટ્વીટ

કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ પીએમ કેર્સ ફંડમાં દાનમાં આપવામાં આવેલી રકમ અંગે ફરી એક વખત કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ કેર્સ ફંડ અંગે શનિવારે મોડી રાત્રે એક ટ્વીટ કર્યું છે. જેમા તેમણે લખ્યું છે કે, વડા પ્રધાને તે સુનિશ્ચિત કરવું જોઈએ કે પીએમ કેર્સ ફંડનાં નાણાંનું ઓડિટ થાય. રાહુલ […]

India
002a357b9a369e7efd341b859b73e7c7 3 PM Cares Fund ને લઇને રાહુલ ગાંધીએ એકવાર ફરી ઉઠાવ્યો સવાલ, મોડી રાત્રે કર્યું આ ટ્વીટ

કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ પીએમ કેર્સ ફંડમાં દાનમાં આપવામાં આવેલી રકમ અંગે ફરી એક વખત કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ કેર્સ ફંડ અંગે શનિવારે મોડી રાત્રે એક ટ્વીટ કર્યું છે. જેમા તેમણે લખ્યું છે કે, વડા પ્રધાને તે સુનિશ્ચિત કરવું જોઈએ કે પીએમ કેર્સ ફંડનાં નાણાંનું ઓડિટ થાય. રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ કેર્સ ફંડમાં મોટા પ્રમાણમાં ફાળો આપવામા આવ્યો છે, તે મહત્વનું છે કે લોકોને ખબર હોવી જોઈએ કે સરકાર આ ફંડ ક્યાં ખર્ચ કરશે.

નોંધપાત્ર વાત એ છે કે, કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભૂતકાળમાં કોરોના સામેની લડાઇને લઇને કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલ ઉભા કરતા રહ્યા છે. પોતાના એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, પીએમ કેર્સ ફંડમાં રકમ કોણે આપી છે તે વિશે મોદી સરકારને કહેવું જોઈએ. તેની માહિતી પણ જાહેર કરવી જોઈએ. શનિવારે એક ટ્વીટ દ્વારા રાહુલ ગાંધીએ ફરી ભંડોળને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.

રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું છે કે, પીએમ કેર્સ ફંડને પીએસયુ અને રેલ્વે જેવા સાર્વજનિક ઇપક્રમોથી મોટી સંખ્યામાં મદદ મળી છે. વડા પ્રધાને સુનિશ્ચિત કરવુ જોઈએ કે આ નાણાંનું ઓડિટ થાય. તેમણે વધુમાં લખ્યું છે કે, પીએમ એ ખાતરી કરવી જોઇએ કે ફંડનું ઓડિટ થાય છે અને જનતાએ પ્રાપ્ત કરેલા અને ખર્ચ કરેલા ફંડનો રેકોર્ડ હોય. નોંધપાત્ર વાત એ છે કે, કોરોના વાયરસ સામેનાં યુદ્ધમાં દેશવાસીઓની આર્થિક મદદ મેળવવા કેન્દ્ર સરકારે (પીએમ કેર્સ ફંડ) પ્રાઇમ મિનિસ્ટર સિટીઝન એસિસ્ટેંસ એન્ડ રિલીફ ઇન ઇમરજન્સી સિચુએશન ફંડની શરૂઆત કરી છે. જેમા કોઈ પણ નાનામાં નાની ધનરાશિ દાન કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.