Not Set/ લોકસભાની ચૂંટણી બાદ પહેલીવાર તેજસ્વી યાદવની આવી પ્રતિક્રિયા, ટ્વીટર પર બિહારને કહી આ વાત

લોકસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યા બાદથી બિહારનાં પૂર્વ ઉપમુખ્યમંત્રી અને રાજદ નેતા તેજસ્વી યાદવ ક્યા ગયા હોવાની કોઇને પણ જાણ નહોતી. જો કે હવે તેમણે પોતાની ઉપસ્થિતિ બતાવી છે. તેમણે ટ્વીટ કરી જાણકારી આપી છે કે તે 23 મે બાદથી તે ક્યા હતા. આ પહેલા સત્તાધારી જનતા દલ યૂનાઇટેડ અને ભાજપનાં નેતા અને કાર્યકર્તાઓ તેજસ્વી યાદવને […]

Top Stories India
tejashwi prasad yadav a6e2949c 6799 11e8 af35 5e950c6035ab લોકસભાની ચૂંટણી બાદ પહેલીવાર તેજસ્વી યાદવની આવી પ્રતિક્રિયા, ટ્વીટર પર બિહારને કહી આ વાત

લોકસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યા બાદથી બિહારનાં પૂર્વ ઉપમુખ્યમંત્રી અને રાજદ નેતા તેજસ્વી યાદવ ક્યા ગયા હોવાની કોઇને પણ જાણ નહોતી. જો કે હવે તેમણે પોતાની ઉપસ્થિતિ બતાવી છે. તેમણે ટ્વીટ કરી જાણકારી આપી છે કે તે 23 મે બાદથી તે ક્યા હતા. આ પહેલા સત્તાધારી જનતા દલ યૂનાઇટેડ અને ભાજપનાં નેતા અને કાર્યકર્તાઓ તેજસ્વી યાદવને લાપતા  હોવાનો આરોપ લગાવી રહ્યા હતા.

આજે મુઝફ્ફરપુરમાં ચમકી તાવનાં કારણે 150થી પણ વધુ બાળકોનાં જીવ ગયા બાદ તેજસ્વી યાદવે ટ્વીટ કરીને કહ્યુ કે, ‘ચમકી તાવથી અચાનક સેકડો બાળકોની મોત થઇ ગઇ. આ દુખદ ક્ષણમાં આરજેડીનાં કાર્યકર્તાઓ અને નેતાઓથી પીડિત પરિવારોનાં ઘરે જવાની સલાહ આપી. સાથે તેમને કહેવામાં આવ્યુ કે કોઇપણ ફોટોબાજી વિના પીડિત પરિવારોનાં લોકોને મળે. તદઉપરાંત સાંસદોને આ મામલાને સંસદમાં ઉઠાવવાનું કહેવામાં આવ્યુ. મારા પ્રિય બિહાર! હુ અહી છુ.’

તેજસ્વી યાદવે કહ્યુ કે, આરજેડી પોતાની સ્થાપનાનાં સમયથી જ ગરીબોનાં સંઘર્ષનું કેન્દ્ર રહી છે અને આ સ્થાન અમે માત્ર એક ચૂંટણી હારનાં કારણે નહી ગવાઇએ.

તેજસ્વી યાદવને શું થયુ હતુ

લોકસભા ચૂંટણીમાં હાર બાદથી લાપતા રાષ્ટ્રીય જનતા દળનાં નેતા તેજસ્વી યાદવે ટ્વીટ કર્યુ છે. તેમણે ટ્વીટમાં લખ્યુ કે, દોસ્તો! હુ છેલ્લા ઘણા અઠવાડિયાથી લિગામેટ અને એસીએલ ઈજા(ઘૂંટણીની ઈજા)ની સારવાર કરાવવામાં વ્યસ્ત હતો. જો કે હુ રાજનીતિક વિરોધીઓ અને મીડિયાનાં એક પક્ષની સમાલેદાર કહાનીને જોઇ મજા લઇ રહ્યો છુ.

તેજસ્વી યાદવએ એક અન્ય ટ્વીટ કરતા કહ્યુ કે, અમે તે લોકો પ્રત્યે જવાબદાર છીએ, જે અમને સમાજવાદી-પંથનિરપેક્ષ અને સામાજિક ન્યાયનાં રૂપમાં દેખે છે. સાથે જ હુ આશ્વત કરવા માંગુ છુ કે અમે અહી જ છીએ અને લડાઇ ચાલુ જ રહેશે. હાલની ઘટનાથી મને અલગ રીતે ચીજોનું અધ્યયન કરવામાં, વિશ્લેષણ કરવામાં અને મૂલ્યાંકન કરવામાં મદદ મળી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.