Not Set/ લક્ષચંડી મહાયજ્ઞ/ પ્રથમ દિવસે ભક્તોએ કર્યું આટલા કિલો સોનું દાન

હાલ ઊંઝામાં મા ઉમિયાના ધામમાં ચાલી રહેલ લક્ષચંડી મહાયજ્ઞની મુલાકાત હજારો ભક્તો લઈ રહ્યા છે.આ યજ્ઞમાં ભક્તો લાખો રૂપિયાનું દાન પણ કરી રહ્યાં છે.સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ મહાયજ્ઞના પ્રથમ દિવસે અઢી કિલોગ્રામ સોનું અને 15 લાખ રુપિયાનું દાન મળ્યું હતું. અંદાજે 2 લાખથી વધુ લોકોએ મંદિરમાં દર્શન કરી પ્રસાદ લીધો હોવાનું મહાયજ્ઞ મહોત્સવ કમિટીના અધ્યક્ષ […]

Top Stories Gujarat Others
Untitled 167 લક્ષચંડી મહાયજ્ઞ/ પ્રથમ દિવસે ભક્તોએ કર્યું આટલા કિલો સોનું દાન

હાલ ઊંઝામાં મા ઉમિયાના ધામમાં ચાલી રહેલ લક્ષચંડી મહાયજ્ઞની મુલાકાત હજારો ભક્તો લઈ રહ્યા છે.આ યજ્ઞમાં ભક્તો લાખો રૂપિયાનું દાન પણ કરી રહ્યાં છે.સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ મહાયજ્ઞના પ્રથમ દિવસે અઢી કિલોગ્રામ સોનું અને 15 લાખ રુપિયાનું દાન મળ્યું હતું.

અંદાજે 2 લાખથી વધુ લોકોએ મંદિરમાં દર્શન કરી પ્રસાદ લીધો હોવાનું મહાયજ્ઞ મહોત્સવ કમિટીના અધ્યક્ષ બાબુભાઈ પટેલે કહ્યું હતું.પ્રથમ દિવસે યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ નાયબ નીતિન પટેલ સહિતના નેતાઓએ હાજરી આપી હતી. મંદિરમાંથી પ્રસાદી રુપે કુપોષિત બાળકો માટે 11 લાખ રુપિયાનો ચેક રાજ્યના મુખ્યમંત્રીને આપવામાં આવ્યો હતો.

આજની સાથે આગામી દિવસોમાં પણ દેશ-વિદેશમાંથી આવેલા ભક્તો માતાના ચરણોમાં ભેટનો વરસાદ થઈ શકે છે. ઉમિયાનગરમાં આવનારી મહિલાઓમાં કેન્સરની તપાસ માટે પણ સાત સ્કેનિંગ મશીન મુકાયાં હતાં. પ્રથમ દિવસે 1600થી વધુ મહિલાઓમાં કેન્સર વિશેની તપાસ કરાઈ હતી.

અમદાવાદથી ખાસ બસો દોડશે 

આ યજ્ઞ સુધી ભક્તો પહોંચી શકે તે માટે ખાસ એસટી બસની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના વસ્ત્રાલ, નરોડા, સોલા વગેરેથી બસની સુવિધા ઉભી કરવામાં આવી છે.

ઊંઝામાં ઉમિયા માતાના લક્ષચંડી મહાયજ્ઞ માટે અમદાવાદનાં જુદાં જુદાં સ્થળેથી એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. એસજી હાઈવે પર સોલા ભાગવત પાસે આવેલા ઉમિયાધામથી સવારથી રાત સુધી, વસ્ત્રાલમાં નિરાંત ચાર રસ્તા ખાતે વહેલી સવારથી રાત સુધી તથા કૃષ્ણનગરમાં સરદાર ચોક પાસે આવેલા નીલકંઠ મહાદેવ મંદિર પાસે વહેલી સવારથી રાત સુધી એસટી બસનું સંચાલન કરવામાં આવશે. ઉપરાંત એસટી સ્ટેન્ડ પરથી પણ ઊંઝાની બસ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.