Not Set/ CAA Protest/ દેશ મુશ્કિલમાં છે, ક્લાસની જગ્યાએ રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે વિદ્યાર્થીઓ : સુનિલ ગાવાસ્કર

ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન અને વિશ્વનાં મહાન ખેલાડીઓમાંના એક સુનિલ ગાવસ્કરે દેશની વર્તમાન પરિસ્થિતિ ઉપર ઉંડી ચિંતા વ્યક્ત કરી છે, તેમણે કહ્યું કે, આજે દેશનો વિદ્યાર્થી વર્ગને બદલે રસ્તાઓ પર ઉતરી આવ્યો છે અને કેટલાક રસ્તાઓ પર ઉતરવાના કારણે હોસ્પિટલોમાં દાખલ થયા છે. 26 મી લાલ બહાદુર શાસ્ત્રી સ્મૃતિ વ્યાખ્યાન દરમિયાન સુનીલ ગાવસ્કરે જણાવ્યું […]

Top Stories India
Sunil Gavaskar CAA Protest/ દેશ મુશ્કિલમાં છે, ક્લાસની જગ્યાએ રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે વિદ્યાર્થીઓ : સુનિલ ગાવાસ્કર

ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન અને વિશ્વનાં મહાન ખેલાડીઓમાંના એક સુનિલ ગાવસ્કરે દેશની વર્તમાન પરિસ્થિતિ ઉપર ઉંડી ચિંતા વ્યક્ત કરી છે, તેમણે કહ્યું કે, આજે દેશનો વિદ્યાર્થી વર્ગને બદલે રસ્તાઓ પર ઉતરી આવ્યો છે અને કેટલાક રસ્તાઓ પર ઉતરવાના કારણે હોસ્પિટલોમાં દાખલ થયા છે.

26 મી લાલ બહાદુર શાસ્ત્રી સ્મૃતિ વ્યાખ્યાન દરમિયાન સુનીલ ગાવસ્કરે જણાવ્યું હતું કે, આપણા કેટલાક યુવાનો વર્ગખંડોમાં રહેવાને બદલે રસ્તાઓ પર ઉતરી રહ્યા છે અને તેમાંના કેટલાક રસ્તાઓ પર ઉતરવાને લીધે હોસ્પિટલોમાં દાખલ થઈ રહ્યા છે, જ્યારે બહુમતી વર્ગ હજુ પણ વર્ગખંડોમાં કારકીર્દિ બનાવે છે અને ભારતને આગળ વધારવાનો અને નિર્માણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આપણે એક થઇને ઘણા આગળ વધી શકીએ છીએ, આ જ અમને રમત પણ શીખવે છે, જ્યારે આપણે સાથે હોઇએ ત્યારે જીતીએ છીએ, ભારતે પહેલા ઘણી સમસ્યાઓ પર વિજય મેળવ્યો છે અને મને લાગે છે કે તે જલ્દી આ સમસ્યાથી પણ છૂટકારો મેળવશે.

જણાવી દઇએ કે, છેલ્લા ઘણા દિવસોથી, યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ સીએએ અને એનઆરસીનાં વિરોધમાં દેશનાં ઘણા ભાગોમાં પ્રદર્શન કરી રહ્યા છે, આ પ્રદર્શન દરમિયાન, ઘણી જગ્યાએ હિંસા પણ જોવા મળી રહી છે, ત્યારે દિલ્હીમાં આ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું હતું. જામિયા મીલીયા ઇસ્લામીયાનાં વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા થઈ હતી, ત્યારબાદ વિદ્યાર્થીઓ ઘણી જગ્યાએ ભારે આક્રોશમાં જોવા મળ્યા હતા, જેને નિયંત્રણમાં લેવા માટે પોલીસે બળનો ઉપયોગ કરવો પડ્યો હતો. જે બાદ પોલીસ પર પણ સવાલો ઉભા થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.