કોંગ્રેસ વધુ તૂટશે/ ગોવા બાદ ગુજરાતમાં પણ કોંગ્રેસના અડધો ડઝન ધારાસભ્યો ભાજપ માં જોડાઈ શકે છે, 20 મી પછી ભાજપ ધડાકો કરી શકે છે

રાષ્ટ્રપતિની ચૂંટણી માં ક્રોસ વોટિંગ કરનારા કૉંગ્રેસના ધારાસભ્યો ને ભાજપ માં જોડાવવા ચાલી રહ્યું છે મોટું ઓપરેશન

Top Stories Gujarat Others
b5 14 ગોવા બાદ ગુજરાતમાં પણ કોંગ્રેસના અડધો ડઝન ધારાસભ્યો ભાજપ માં જોડાઈ શકે છે, 20 મી પછી ભાજપ ધડાકો કરી શકે છે

દેશના વિવિધ રાજ્યોમાં કોંગ્રેસની હાલત વધુને વધુ ખરાબ થતી રહી હોય તેમ ગોવામાં મોટુ ભંગાણ સર્જાયા બાદ હવે ગુજરાતનો વારો આવશે તેવી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા બે મહિનામાં જ યોજાવાની છે તેવા સમયે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા 6 જેટલા કૉંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં આવી શકે છે

ગોવામાં કૉંગ્રેસના ધારાસભ્યોના પક્ષ પલતા બાદ હવે ગુજરાત કોંગ્રેસમાં પણ વધુ ભંગાણ થવાની શકયતા છે થશે જેમાં અર્ધો ડઝન જેટલા ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઇ શકે છે, આ ધારાસભ્યો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે સંપર્કમાં હોવાનું પણ જાણવા મળ્યું છે, રાષ્ટ્રપતિ ની ચૂંટણી વખતે પાર્ટીના મેન્ડેટનો ભંગ કરીને ભાજપને મત આપ્યા ત્યારથી જ કૉંગ્રેસના 6 જેટલા ધારાસભ્યો ને ભાજપનો ખેસ પહેરાવવાની ગતિવિધિઓ ચાલી રહી છે

કોંગ્રેસના અડધો ડઝન ધારાસભ્યોનું ભાજપમાં જોડાવાનું નિશ્ચિત જ છે પરંતુ તેમને સામેલ કરવા ભાજપની નેતાગીરી ‘યોગ્ય’ સમયની પ્રતિક્ષા કરી રહી છે. હવે વિધાનસભાની ચૂંટણી સાવ નજીક આવી ગઇ છે ત્યારે મોકો જોઇને ભાજપ ઓપરેશન પાર પાડી દે તેવી શક્યતા છે.

એક બાજુ કોંગ્રેસ ચૂંટણી ની તૈયારી કરી રહ્યો છે, જેના ભાગરૂપે ચૂંટણીલક્ષી કામગીરી પણ શરૂ કરી દીધી છે,અને માસાંતે ઉમેદવાર પસંદગી ની પ્રક્રિયા પણ શરુ કરવા જઈ રહી છે,કોંગ્રેસનું ભવિષ્ય ધૂંધળુ હોવાનું માનીને જ અનેક નેતાઓ પાર્ટી સાથે છેડો ફાડી રહયા છે.

કોંગ્રેસની આંતરિક સમસ્યાઓને કારણે જ હાલત ખરાબ થતી હોવાનું પક્ષના નેતાઓ પણ માની રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખના પૂર્વ રાજકીય સલાહકાર અહેમદ પટેલના નિધન પછી કોંગ્રેસ ના માર્ગદર્શક ના હોવાથી આંતરિક વિવાદ દિનપ્રતિદિન વધી રહ્યો છે.