amritpal singh/ વારિસ પંજાબ દેનો ચીફ અમૃતપાલ 6 સાથીઓ સાથે ઝડપાયો, પંજાબમાં આવતીકાલ સુધી નેટ બંધ

ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની મુશ્કેલીઓ સતત વધી રહી છે. પંજાબ પોલીસે ‘વારિસ પંજાબ દે’ના વડા અમૃતપાલના 6 સહયોગીઓની ધરપકડ કરી છે અને હવે તેની પણ ધરપકડ કરવાની તૈયારી…

Top Stories India
Amritpal Singh Arrest

Amritpal Singh Arrest: ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની મુશ્કેલીઓ સતત વધી રહી છે. પંજાબ પોલીસે ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલની નાકોદરથી અટકાયત કરી છે. અગાઉ અમૃતપાલના છ સહયોગી પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. ત્યારપછી અમૃતપાલ ફરાર થઈ ગયો હતો, જેની શોધમાં પોલીસની અનેક ટીમો અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે ધરપકડ કરાયેલા લોકો પાસેથી હથિયાર અને 2 વાહનો જપ્ત કર્યા છે. આ સાથે પંજાબના ઘણા જિલ્લાઓમાં રવિવારે મધરાત 12 સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. અમૃતપાલ સિંહ વિરુદ્ધ 3 કેસ નોંધાયેલા છે, જેમાંથી 2 નફરતભર્યા ભાષણ સાથે સંબંધિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે આ 6ની ધરપકડ ધરમકોટ નજીકના મહિતપુર પોલીસ સ્ટેશન પાસે કરી છે.

પંજાબ સરકાર તરફથી એક નિવેદન આવ્યું છે. જેમાં જણાવાયું છે કે જાહેર સુરક્ષાના હિતમાં પંજાબના પ્રાદેશિક અધિકારક્ષેત્રમાં તમામ મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ, તમામ એસએમએસ સેવાઓ (બેંકિંગ અને મોબાઈલ રિચાર્જ સિવાય) અને મોબાઈલ નેટવર્ક પર પૂરી પાડવામાં આવતી તમામ ડોંગલ સેવાઓ, વોઈસ કોલ સિવાય, 18 માર્ચથી સ્થગિત કરવામાં આવશે.

ખાલિસ્તાની દળોને એકજૂથ કરનાર અમૃતપાલ સિંહ (30 વર્ષ) પંજાબમાં ‘વારિસ પંજાબ દે’ નામનું સંગઠન ચલાવે છે. આ સંગઠનની રચના અભિનેતા-કાર્યકર દીપ સિદ્ધુએ કરી હતી. 15 ફેબ્રુઆરી 2022ના રોજ એક માર્ગ અકસ્માતમાં દીપ સિદ્ધુનું અવસાન થયું, ત્યારપછી થોડા મહિના પહેલા દુબઈથી પરત આવેલા અમૃતપાલ સિંહે આ સંગઠનની કમાન સંભાળી અને તેના વડા બન્યા. તેમણે ખેડૂત આંદોલનમાં પણ રસ દાખવ્યો. દીપ સિદ્ધુના મૃત્યુ બાદ ‘વારિસ પંજાબ દે’ વેબસાઈટ બનાવવામાં આવી અને લોકોને જોડવાનું શરૂ કર્યું. અમૃતપાલ 2012માં દુબઈ ગયો હતો. ત્યાં તેણે ટ્રાન્સપોર્ટનો ધંધો કર્યો. તેના મોટાભાગના સંબંધીઓ દુબઈમાં રહે છે. અમૃતપાલે પ્રારંભિક શિક્ષણ ગામની શાળામાં જ પૂર્ણ કર્યું. તેણે 12મા સુધી અભ્યાસ કર્યો છે. ગયા મહિને જ, અમૃતપાલ અને તેના સાથીઓએ હથિયારોથી સજ્જ પંજાબના અજનલામાં પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો.

અમૃતપાલના સમર્થકોએ અપહરણ અને રમખાણોના એક આરોપી તુફાનને છોડાવવા માટે પોલીસ સ્ટેશન પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન છ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.અમૃતપાલ વિરુદ્ધ તેના એક પૂર્વ સાથીદાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપ છે કે આ બધાએ કથિત રીતે અજનલામાંથી બરિન્દર સિંહ નામના વ્યક્તિનું અપહરણ કર્યું અને પછી તેની મારપીટ કરી. ફરિયાદી બરિન્દર સિંહે ફરિયાદમાં કહ્યું છે કે તે અમૃતપાલ સિંહનો પ્રશંસક હતો, પરંતુ જ્યારે તેણે સોશિયલ મીડિયા પર તેના સાથીદારોની ખોટી વાતોનો પર્દાફાશ કર્યો તો અમૃતપાલ સિંહ ગુસ્સે થઈ ગયો. અમૃતપાલ સિંહે કથિત રીતે બરિન્દરને 15 થી 20 વાર થપ્પડ માર્યા, મારપીટ અને દુર્વ્યવહાર કર્યો. આરોપ છે કે રૂપનગર જિલ્લાના સલેમપુર ગામની રહેવાસી ફરિયાદીને ત્રણ કલાક સુધી માર મારવામાં આવ્યો હતો. ફરિયાદી બરિન્દર સિંહે અમૃતપાલ સિંહ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે.

આ પણ વાંચો: TET/ હાશ! શિક્ષણ વિભાગે છેવટે TETની પરીક્ષા યોજવાની જાહેરાત કરી

આ પણ વાંચો: China Cash Reserve Ratio Cut/ ચીનની સ્વતંત્ર નાણાકીય નીતિઃ રોકડ રિઝર્વ રેશિયામાં ઘટાડો કર્યો

આ પણ વાંચો: Imran Khan Convoy Accident/ સુનાવણી માટે જઈ રહેલા ઈમરાન ખાનના કાફલાના વાહનો એકબીજા સાથે અથડાયા, ઘણા લોકો ઘાયલ