Not Set/ રેશ્મા પટેલ NCP ની ટિકિટ પર બે ચૂંટણી લડશે: અહેવાલ

અમદાવાદ, ભાજપના ભૂતપૂર્વ નેતા રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓએ કેટલાક સમય અગાઉ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. રેશ્મા પટેલ કેની સાથે જોડાશે તેની ચર્ચાએ જોર પક્ડયું હતું ત્યારે આ ચર્ચા વચ્ચે રેશ્મા પટેલ તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ આગામી ચૂંટણી NCP તરફથી લડશે. રેશ્મા પટેલ NCP ના મેન્ડેટ પરથી લડશે […]

Top Stories Ahmedabad Politics
reshma patel 01454 e1570641090437 રેશ્મા પટેલ NCP ની ટિકિટ પર બે ચૂંટણી લડશે: અહેવાલ

અમદાવાદ,

ભાજપના ભૂતપૂર્વ નેતા રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓએ કેટલાક સમય અગાઉ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. રેશ્મા પટેલ કેની સાથે જોડાશે તેની ચર્ચાએ જોર પક્ડયું હતું ત્યારે આ ચર્ચા વચ્ચે રેશ્મા પટેલ તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ આગામી ચૂંટણી NCP તરફથી લડશે. રેશ્મા પટેલ NCP ના મેન્ડેટ પરથી લડશે તેવી વિગતો મળી રહી છે. મળતી માહિતી અનુસાર રેશ્મા પટેલે માણાવદરમાં પેટાચૂંટણી માટે NCP માંથી ઉમેદવારી નોંધાવી છે તો પોરબંદર પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવશે.

નોંધનીય છે કે રેશ્મા પટેલ શરૂઆતમાં પાસમાં જોડાયા હતા અને ત્યારબાદ હાર્દિક પટેલ સાથે મનદુખ થવાને કારણે ભાજપમાં જોડાયા હતા. રેશ્મા પટેલના જણાવ્યા મુજબ ભાજપે તેને આપેલા વચનો નહીં નિભાવતા તેમણે ભાજપમાંથી પણ રાજીનામુ આપ્યું હતું.

રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામું આપ્યું ત્યારે જ સ્પષ્ટતા કરી હતી કે તે સમાજની મહિલાઓના મુદ્દે ચૂંટણી લડશે પરંતુ હવે જ્યારે તેમણે NCPની ટિકિટ પરથી લોકસભા અને વિધાનસભાની બંને ચૂંટણીઓ લડવાની ઇચ્છા દર્શાવી છે ત્યારે આગામી સમયમાં સૌરાષ્ટ્રના રાજકારણમાં તેના પડઘા પડશે તે બાબત ચોક્કસ છે.