Not Set/ BSNL દ્વારા લોન્ચ કરવમાં આવ્યા નવા વાઉચર,19 રૂપિયામાં મળશે 2 જીબી ડેટા

સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ દ્વારા હાલમાં જ ચાર નવા વાઇફાઈ હોટસ્પોટ વાઉચર લોન્ચ કરવામાં આવ્યા છે.  ભારત સંચાર નિગમ લિમિટેડે શરૂઆતના વાઇફાઈ વાઉચરની કિંમત 19 રૂપિયા રાખી થે,  આ વાઉચરની સમય અવધિ બે દિવસથી માંડીને 28 દિવસ સુધીની છે.  નવી રેન્જમાં સસ્તા વાઉચર 19 રૂપિયાના છે. તેને BSNL wifi 19  કહેવામાં આવે છે તે બે દિવસમાં  2 […]

Uncategorized
bsnl BSNL દ્વારા લોન્ચ કરવમાં આવ્યા નવા વાઉચર,19 રૂપિયામાં મળશે 2 જીબી ડેટા

સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ દ્વારા હાલમાં જ ચાર નવા વાઇફાઈ હોટસ્પોટ વાઉચર લોન્ચ કરવામાં આવ્યા છે.  ભારત સંચાર નિગમ લિમિટેડે શરૂઆતના વાઇફાઈ વાઉચરની કિંમત 19 રૂપિયા રાખી થે,  આ વાઉચરની સમય અવધિ બે દિવસથી માંડીને 28 દિવસ સુધીની છે.  નવી રેન્જમાં સસ્તા વાઉચર 19 રૂપિયાના છે. તેને BSNL wifi 19  કહેવામાં આવે છે તે બે દિવસમાં  2 જીબી ડેટા આપે છે.

બીએસએનએલની સત્તાવાર વેબસાઇટ પર આ અંગે એક પેજ બનાવાવમાં આવ્યું છે.  જ્યા જઇને યૂઝર વાઇફાઇ અંગે માહિતી મેળવી શકે છે.  BSNL દ્વારા હાલમાં 16,300 લોકેશન પર 30, 400 વાઇફાઈ હોટસ્પોટ લોકેશનની સરળતાથી માહિતી મેળવી શકો છો.

BSNL wiFI 39 વાઉચર સાત દિવસના સમય માટે મળે છે જે 7 જીબી ડેટા આપે છે. આ રીતે BSNL wiFI 59ની કિંમત 59 રૂપિયા છે આ વાઉચર દ્વારા 15 દિવસ સુધી  15 જીબી ડેટા ઉપલબ્ધ કરાવે છે.

BSNL wiFI 69ની કિંમત 69 રૂપિયામાં 28 દિવસની  સમયમર્યાદા સાથે  30 જીબી ડેટા મળે છે.યૂઝર એકાઉન્ટ લોગ ઇન કર્યા બાદ લિસ્ટ કરેલા વાઉચરને તમ ખરીદી શકો છો. તમે ઇચ્છો તો  ક્રેડિટ,ડેબિટ કે નેટબેકિંગ દ્વારા પણ નાણાની ચૂકવણી કરી શકો છો.

BSNLની વેબસાઇટ દ્વારા આ વાઉચર અંગેના પેજ વિશે નજીકન વાઇફાઇ હોટસ્પોટની માહિતી મેળવી શકો છો. ઓગસ્ટ 2017માં BSNL દ્વારા જાહેરાત કરવામાં આવી હતી ક 2019 સુધીમાં ભારતમાં  એક લાખ વાઇફાઈ હોટસ્પોટ લગાવાવમાં આવશે.