rbi rule/ લોનની વસૂલાતને લઈને RBIએ નિયમોનું કડકપણે પાલન કરવા આદેશ કર્યો

લોનની વસૂલાત સમયે ઋણ લેનારાઓની ગોપનીયતાનું સંપૂર્ણ સન્માન કરવું જોઈએ.અને સાથે બેંકો અને નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓને સલાહ આપી કે તેઓ મહત્વના કાર્યોમાં આઉટસોર્સિંગ ટાળે

Top Stories India
YouTube Thumbnail 2023 10 27T113024.531 લોનની વસૂલાતને લઈને RBIએ નિયમોનું કડકપણે પાલન કરવા આદેશ કર્યો

લોકો જ્યારે બેંકમાંથી લોન લીધા બાદ તેને સમયસર ના ભરે ત્યારે કડકાઈથી વસૂલાત કરવામાં આવે છે. આ માટે બેંક  અને અન્ય નાણાંકીય સંસ્થાઓ પોતાના એજન્ટ દ્વારા અનેક પ્રયાસ હાથ ધરી વસૂલાત કરે છે. કેટલીક વખત લોકોનું પેમેન્ટ અટકાવવામાં આવે છે તો કયારેક તેમના ઘરે પઠાણી ઉધરાણી કરવામાં આવે છે તો કયારેક તેમને વાંરવાર ફોન કરી હેરાન કરાય છે. હવે લોનની વસૂલાત મામલે આરબીઆઈએ મહત્વનો નિર્ણય લીધો.

RBIના લોનની વસૂલાતને લઈને કરેલ નિયમો અનુસાર કોઈપણ ગ્રાહક સમયસર લોન EMI ચૂકવતો નથી, તો પણ લોન રિકવરી એજન્ટ સવારે 8 વાગ્યા પહેલા અને સાંજે 7 વાગ્યા પહેલા લોન લેનારને ફોન કરી શકતા નથી. આ નિયમ જાહેર, ખાનગી અને NBFC ત્રણેયને લાગુ કરવામાં આવી શકે.

એક સમાચારમાં છપાયેલ અહેવાલ મુજબ ભારતીય રિઝર્વ બેંકે કહ્યું છે કે નાણાકીય સંસ્થાઓ દ્વારા કોઈપણ કામનું આઉટસોર્સિંગ કર્યા પછી પણ તેમની જવાબદારી સમાપ્ત થતી નથી. આ સંસ્થા ગ્રાહકો પ્રત્યે સમાન રીતે જવાબદાર છે.

રિકવરી એજન્ટને લઈને કર્યું સૂચન

આરબીઆઈએ નાણાંકીય સંસ્થાઓને લોન રિકવરી એજન્ટ અને ડાયરેક્ટ માર્કેટિંગ એજન્ટ માટે પણ ચોક્કસ નિયમો બનાવવાની વાત કરી. સાથે એમ પણ જણાવ્યું કે લોન વસૂલતી વખતે ગ્રાહકો સાથે કેવી રીતે વાત કરવી, તેમજ કયા સમયે ગ્રાહકને કોલ કરવો અને કેવા પ્રકારના મેસેજ કરવા જેવી બાબતોને લઈને એજન્ટને તાલીમ આપવી જોઈએ. તેમજ ગ્રાહક સાથે સુમેળ સંબંધ બનાવવાની જવાબદારી એજન્ટની રહેશે.

આ સાથે આરબીઆઈએ ગ્રાહકોના અધિકારોને સુનિશ્ચિત કરતા ધમકી અને યેનકેનરીતે કરાતી હેરાનગતિ ના કરવાનું સૂચન કર્યું છે. અને એમ પણ જણાવ્યું કે રિકવરી એજન્ટો લોન લેનારાઓને અપમાનિત કરી શકતા નથી. લોનની વસૂલાત માટે આ સંસ્થાઓને તેમના રિકવરી એજન્ટને ધમકીના બદલે સમજાવટ અને સલુકાઈભર્યું વર્તન કરવા સલાહ આપી.

આઉટસોર્સિંગ છે એક જોખમ

નાણાકીય સંસ્થાઓએ ખાસ મહત્વનું સૂચન કર્યું કે લોનની વસૂલાત સમયે ઋણ લેનારાઓની ગોપનીયતાનું સંપૂર્ણ સન્માન કરવું જોઈએ.અને સાથે બેંકો અને નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓને સલાહ આપી કે તેઓ મહત્વના કાર્યોમાં આઉટસોર્સિંગ ટાળે. ખાસ કરીને KYC નિયમો,લોન મંજૂરી વગેરે જેવા મહત્વપૂર્ણ નીતિ સંચાલન કાર્યોમાં આઉટસોર્સિંગમાં જોખમો રહેલા હોવાનો જણાવ્યુ. RBIના નિર્ણય બાદ સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે REs અને તેમના રિકવરી એજન્ટો લોનની વસૂલાત માટે કોઈપણ વ્યક્તિ સામે કોઈ પણ પ્રકારની મૌખિક કે શારીરિક રીતે સતામણીનો આશરો નહી લે.


whatsapp ad White Font big size 2 4 લોનની વસૂલાતને લઈને RBIએ નિયમોનું કડકપણે પાલન કરવા આદેશ કર્યો


આ પણ વાંચો : Qatar/ દુનિયાભરના આતંકવાદી જૂથોને ફંડ પુરૂ પાડે છે ‘કતાર’, જાણો ભારતના સંબંધો કેવા છે?

આ પણ વાંચો : કાર્યવાહી/ મુંદ્રા બંદરે ડીઆરઆઇની કાર્યવાહીથી દાણચોરોમાં ફફડાટ

આ પણ વાંચો : મંતવ્ય વિશેષ/ ભારતમાં બ્રિટિશ શાસન કેમ પડ્યું?