મહિલા ઉમેદવાર/ નાગાલેન્ડ શું પહેલી વખત મહિલા ધારાસભ્ય ચૂંટશે?

ઉત્તર-પૂર્વમાં ત્રણ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં Womens Candidate નાગાલેન્ડમાં બધાની નજર ખાસ કારણસર ટકેલી છે. તેની પાછળનું કારણ એ છે કે રાજ્યનો દરજ્જો પ્રાપ્ત કર્યાના 60 વર્ષ પછી પણ નાગાલેન્ડે ક્યારેય મહિલા ધારાસભ્યને ચૂંટ્યા નથી. જે રાજ્યમાં પુરૂષો કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ છે ત્યાં આ વાત સૌથી વધુ આશ્ચર્યજનક છે.

Top Stories India

ઉત્તર-પૂર્વમાં ત્રણ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં Womens Candidate નાગાલેન્ડમાં બધાની નજર ખાસ કારણસર ટકેલી છે. તેની પાછળનું કારણ એ છે કે રાજ્યનો દરજ્જો પ્રાપ્ત કર્યાના 60 વર્ષ પછી પણ નાગાલેન્ડે ક્યારેય મહિલા ધારાસભ્યને ચૂંટ્યા નથી. જે રાજ્યમાં પુરૂષો કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ છે ત્યાં આ વાત સૌથી વધુ આશ્ચર્યજનક છે. ઉલ્લેખનીય છે કે Womens Candidate નાગાલેન્ડમાં 6.52 લાખ પુરુષોની સામે 6.55 લાખ મહિલા મતદાતા છે.

આ ચૂંટણીમાં તમામની નજર ચાર મહિલા ઉમેદવારો પર 

નાગાલેન્ડમાં યોજાનારી ચૂંટણીમાં તમામની નજર Womens Candidate ચાર મહિલા ઉમેદવારો પર છે. જો આમાંથી એક મહિલા ધારાસભ્ય પણ ચૂંટાશે તો રાજ્યના ઈતિહાસમાં તે પ્રથમ વખત બનશે. ખેરખર કુલ 183 ઉમેદવારોમાંથી માત્ર ચાર મહિલાઓ જ મેદાનમાં છે. દીમાપુર-તૃતીય બેઠક પરથી NDPPના હેખની જાખલુ, તેનિંગ બેઠક પરથી કૉંગ્રેસના રોઝી થોમ્પસન, પશ્ચિમ અંગામી બેઠક પરથી NDPPના સાલ્હોઉટુનોનૂઓ અને અટોઇજુ બેઠક પરથી ભાજપના કાહુલી સેમા આ વખતે મેદાનમાં છે. આમ નાગાલેન્ડમાં કયા પક્ષની મહિલા શક્તિ વિજેતા બને છે તે જોવાનું રહેશે.

ફેબ્રુઆરી મહિનામાં પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી Womens Candidate યોજાઈ હતી.  આજે આ ચૂંટણીઓની મત ગણતરી શરૂ થઈ ચૂકી છે.  મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરાની ચૂંટણીના પરિણામો ઘણી રીતે મહત્વપૂર્ણ છે. મળતી માહિતી મુજબ ત્રણેય રાજ્યોમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ચૂકી છે.  નાગાલેન્ડમાં મહિલાઓની સંખ્યા વધારે હોવા છતાં પણ તેઓ હજી પણ રાજકીય પ્રક્રિયાઓથી દૂર જોવા મળી છે. હવે તેઓને રાજકીય પ્રક્રિયાઓમાં સમાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આના પગલે હવે વધુને વધુ મહિલાઓને ટિકિટ મળે તે માટેના પ્રયાસો આદરવામાં આવ્યા છે.

નાગાલેન્ડમાં શરૂ થયેલા આ પ્રયાસને જો સફળતા મળી તો આગામી Womens Candidate સમયમાં સમગ્ર ઉત્તરપૂર્વમાં તે વેગવંતા બને તેમ માનવામાં આવે છે. તેના પગલે વધુને વધુ મહિલાઓને રાજકીય પ્ર્ક્રિયામાં સમાવી શકાય છે. પણ જો તેમા ખાસ સફળતા ન મળી તો મહિલાઓને રાજકીય પ્રક્રિયામાં સમાવવાની પ્રક્રિયા ધીમી પડી શકે છે. રાજકારણમાં મહિલાઓની ભાગીદારી સીમિત થઈ શકે છે, તેના પગલે તેમના અધિકારો પણ સીમિત થઈ શકે છે. તેથી જ આગામી સમયમાં આ ચૂંટણીમાં મહિલાઓને મળનારો વિજય ભવિષ્યમાં વધુને વધુ મહિલાઓનો ભાગ લેવાનો માર્ગ મોકળો કરી શકે છે, જ્યારે પરાજય તેને પીછેહઠ કરાવી શકે છે.

 

આ પણ વાંચોઃ Tripura Change/ ત્રિપુરામાં પાસુ પલ્ટાયુઃ ભાજપને બહુમતીથી હાથવેંતનું છેટુઃ ટિપરા મોર્થાનો જબરજસ્ત દેખાવ

આ પણ વાંચોઃ Heat Wave/ આ વર્ષે માર્ચથી શરૂ થશે હીટ વેવઃ ફેબ્રુઆરીમાં ગરમીએ તોડ્યો 122 વર્ષનો રેકોર્ડ, મહત્તમ તાપમાન 29.5 ડિગ્રી

આ પણ વાંચોઃ G20-Joint Statement/ જી-20 મીટિંગઃ ભારતના યુક્રેન મુદ્દે સંયુક્ત નિવેદન જારી થાય તે માટેના પ્રયાસો