ભારતમાં ઉત્તર-પૂર્વના ત્રણ રાજ્યોની Tripura change ચૂંટણીના પરિણામની મતગણતરી ચાલી રહી છે ત્યારે ત્રિપુરામાં બરોબરની ટક્કર જોવા મળી રહી છે. ત્રિપુરાની 60 બેઠકોની વિધાનસભામાં બહુમતી માટે 31ની જરૂર છે, જ્યારે એક સમયે 38 સુધી આગળ રહેલા ભાજપની બેઠકો હવે મતગણતરી આગળ વધતા 30ની આસપાસ જોવા મળી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો ભાજપને બહુમતી માટે પનો થોડો ટૂંકો પડી રહ્યો છે. જ્યારે ત્રિપુરાના ભૂતપૂર્વ રાજ્વીના પક્ષે જબરજસ્ત કાઠુ કાઢતા તેને 13 જેટલી બેઠકો મળે તેમ જોવામાં આવી રહ્યું છે. કોંગ્રેસને ડાબેરીઓ સાથેનું જોડાણ ચૂંટણીમાં ફળ્યું લાગે છે. તેથી બંનેના જોડાણને 15થી 17 બેઠકો મળતી દેખાઈ રહી છે. આ સંજોગોમાં તો કોંગ્રેસના નેતાઓએ ત્રિપુરાના ભૂતપૂર્વ રાજવી સાથે શાસકીય જોડાણ રચવાની વાતચીત પણ શરૂ કરી દીધી છે.
"We performed puja at the party office today and took blessings of Mata Tripureshwari. BJP will return to power in Tripura. We will get a majority," says Tripura BJP president Rajib Bhattacharjee ahead of counting of votes for #TripuraAssemblyElections2023 pic.twitter.com/neT0r1tK6r
— ANI (@ANI) March 2, 2023
જ્યારે નાગાલેન્ડમાં તો ભાજપ અને Tripura change નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (એનડીપીપી) સરકાર બનાવે તે સુનિશ્ચિત મનાય છે. નાગાલેન્ડમાં ભાજપની આગેવાની હેઠળનું શાસકીય જોડાણ સત્તા જાળવી રાખશે તે સુનિશ્ચિત થઈ ચૂકયું છે. જ્યારે મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભામાં કોનરાડ સંગ્માની એનપીપી 20થી 22 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવે તેમ મનાય છે. આ સંજોગોમાં તેણે સત્તા મેળવવા બીજા કોઈ પક્ષની કાખઘોડી લેવી પડશે તે સુનિશ્ચિત છે. મેઘાલયમાં ભાજપ આશ્ચર્યજનક રીતે આઠ બેઠક પર આગળ ચાલી રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો ભાજપે મેઘાલયમાં જબરજસ્ત કાઠું કાઢ્યું છે. આમ કહી શકાય કે ત્રિપુરામાં ભાજપ એન્ટી ઇન્કમ્બન્સીનો સામનો કરી રહ્યો છે. છતાં પણ તેણે હજી સત્તા ગુમાવે તે હદ સુધીનો ઘટાડો નોંધાવ્યો નથી, પણ તે કદાચ માંડ-માંડ સત્તા જાળવે તેમ મનાય છે.
Kohima, Nagaland | Vote counting to begin at 8 am. Heavy security deployment at the counting centres pic.twitter.com/Fc1Zm9SNlk
— ANI (@ANI) March 2, 2023
નાગાલેન્ડમાં 60માંથી 60 સીટોના ટ્રેન્ડ અનુસાર ભાજપના ગઠબંધન હેઠળની એનડીપીપી 42 સીટો પર આગળ છે. જ્યારે એનપીએને 2, કોંગ્રેસને 1 અને અન્યને 3 સીટો પર લીડ મળતી દેખાય છે. જ્યારે ત્રિપુરામાં ભાજપને ૬૦માંથી ૩2 સીટો પર આગળ બતાવાયો છે. ટિપરા મોથા પાર્ટી(ટીએમપી ) 12 સીટો પર આગળ છે. ટીએમસી 5 સીટ પર આગળ ચાલી રહી છે. જ્યારે મેઘાલયના શરૂઆતના ટ્રેન્ડમાં સીએમ કોનરાડ સંગમાની એનપીપી સૌથી આગળ ચાલી રહી છે. પાર્ટીએ ૭ સીટો પર લીડ મેળવી છે. જ્યારે કોંગ્રેસ 1 ભાજપ 2 સીટો પર આગળ છે.
આ પણ વાંચોઃ Heat Wave/ આ વર્ષે માર્ચથી શરૂ થશે હીટ વેવઃ ફેબ્રુઆરીમાં ગરમીએ તોડ્યો 122 વર્ષનો રેકોર્ડ, મહત્તમ તાપમાન 29.5 ડિગ્રી
આ પણ વાંચોઃ G20-Joint Statement/ જી-20 મીટિંગઃ ભારતના યુક્રેન મુદ્દે સંયુક્ત નિવેદન જારી થાય તે માટેના પ્રયાસો
આ પણ વાંચોઃ Election 2024/ પહેલા 2024ની ચૂંટણી જીતો, પછી પીએમની નક્કી કરવાની વાત કરોઃ ફારુક અબ્દુલ્લા
