India News : ઈન્ડિયા પોસ્ટ(India Post) દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS Recruitment 2026) ભરતી 2026ની જાહેરાત કરવામાં આવી છે. દેશભરમાં 25 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં ગુજરાતમાં 499 જગ્યાઓનો સમાવેશ થાય છે. 10મું ધોરણ પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની આ મહત્વપૂર્ણ તક બની શકે છે.
ઈન્ડિયા પોસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી પ્રક્રિયા મુજબ ઉમેદવારો 31 ઓગસ્ટ 2026થી રજિસ્ટ્રેશન કરાવી શકશે. ત્યારબાદ 2 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી મુખ્યત્વે 10મા ધોરણમાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે.
India Post માં ભરતી: ગુજરાતમાં 499 જગ્યાઓ ખાલી
ગ્રામીણ ડાક સેવક (GDS Jobs) ભરતી હેઠળ ગુજરાત પોસ્ટલ સર્કલમાં કુલ 499 જગ્યાઓ ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ જગ્યાઓ રાજ્યની વિવિધ પોસ્ટલ ડિવિઝનમાં વહેંચાયેલી છે. ઉમેદવારો પોતાની પસંદગીની ડિવિઝન અને ઉપલબ્ધ ખાલી જગ્યાઓની વિગતો ચકાસીને અરજી કરી શકશે. ગુજરાતમાં સરકારી નોકરી (Government Jobs)ની રાહ જોઈ રહેલા 10મું પાસ ઉમેદવારો માટે આ ભરતી મહત્વપૂર્ણ તક બની શકે છે. દેશભરમાં 25 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી થવાની હોવાથી મોટી સંખ્યામાં ઉમેદવારોને તક મળવાની શક્યતા છે.
31 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ થશે
ઈન્ડિયા પોસ્ટની GDS ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારોએ સૌથી પહેલા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
ભરતી સમયપત્રક મુજબ રજિસ્ટ્રેશન પ્રક્રિયા 31 ઓગસ્ટ 2026થી શરૂ થશે. ઉમેદવારો 19 સપ્ટેમ્બર 2026 સુધી વન ટાઈમ રજિસ્ટ્રેશન કરાવી શકશે.
રજિસ્ટ્રેશન દરમિયાન ઉમેદવારોએ પોતાની વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક માહિતી અને અન્ય જરૂરી વિગતો સચોટ રીતે ભરવી જરૂરી રહેશે. અરજી પ્રક્રિયા દરમિયાન ખોટી માહિતી આપવાથી ઉમેદવારી રદ થઈ શકે છે.
Postal Jobs માટે 2 સપ્ટેમ્બરથી ઓનલાઈન અરજી
રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ ઉમેદવારો 2 સપ્ટેમ્બર 2026થી ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2026 નક્કી કરવામાં આવી છે.
જે ઉમેદવારો અરજી દરમિયાન કોઈ ભૂલ કરે છે તેમને સુધારાની તક પણ આપવામાં આવશે. અરજીમાં જરૂરી ફેરફાર અથવા સુધારા માટે 23 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર 2026 દરમિયાન કરેકશન વિન્ડો ખુલ્લી રહેશે.
ઉમેદવારોએ છેલ્લી તારીખ સુધી રાહ ન જોતા સમયસર અરજી પૂર્ણ કરી દેવી જોઈએ, જેથી ટેકનિકલ સમસ્યાઓ અથવા વેબસાઈટ પર વધતા ટ્રાફિકને કારણે મુશ્કેલી ન સર્જાય.
ભરતીમાં કેવી રીતે થશે ઉમેદવારોની પસંદગી?
ગ્રામીણ ડાક સેવક (GDS Merit List) ભરતીની સૌથી મહત્વપૂર્ણ બાબત તેની પસંદગી પ્રક્રિયા છે. આ ભરતી માટે સામાન્ય રીતે ઉમેદવારોની પસંદગી 10મા ધોરણમાં મેળવેલા ગુણના આધારે મેરિટ તૈયાર કરીને કરવામાં આવે છે. એટલે કે લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ વગર પણ 10મા ધોરણના ગુણના આધારે ઉમેદવારોને પસંદગીનો મોકો મળી શકે છે. જોકે અંતિમ પસંદગી ભરતીની સત્તાવાર માર્ગદર્શિકા અને જાહેર કરવામાં આવતી મેરિટ યાદી અનુસાર કરવામાં આવશે. વધુ ગુણ ધરાવતા ઉમેદવારોને મેરિટમાં સ્થાન મળવાની શક્યતા વધુ રહેશે. તેથી ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશનમાં દર્શાવેલી તમામ શરતો અને પાત્રતા ધ્યાનપૂર્વક વાંચવી જરૂરી છે.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
GDS ભરતી માટે ઉમેદવારો નીચે મુજબ ઓનલાઈન અરજી કરી શકશે:
- ઉમેદવારે ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર ભરતી વેબસાઈટ પર જવું.
- GDS ભરતી માટે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરાવવું.
- રજિસ્ટ્રેશન નંબર અને જરૂરી વિગતોની મદદથી લોગિન કરવું.
- અરજી ફોર્મમાં વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરવી.
- પસંદગીની પોસ્ટલ ડિવિઝન અને અન્ય જરૂરી વિકલ્પ પસંદ કરવા.
- જરૂરી દસ્તાવેજો અને માહિતી ચકાસવી.
- લાગુ પડતી અરજી ફી ભરવી.
- અરજી ફોર્મ સબમિટ કર્યા બાદ કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરીને તેની નકલ સાચવી રાખવી.
GDS Merit List માટે અરજી કરતા પહેલા શું ધ્યાન રાખવું?
ઉમેદવારોએ અરજી ફોર્મ ભરતા પહેલા પોતાનું નામ, જન્મતારીખ, મોબાઇલ નંબર, ઈ-મેઇલ સરનામું અને 10મા ધોરણની ગુણપત્રક સહિતની વિગતો તૈયાર રાખવી જોઈએ.
ખાસ કરીને 10મા ધોરણના ગુણના આધારે મેરિટ યાદી તૈયાર થવાની હોવાથી શૈક્ષણિક વિગતો દાખલ કરતી વખતે સંપૂર્ણ ચોકસાઈ રાખવી જરૂરી છે.
ઉમેદવારોએ અરજી કરતા પહેલા પોતાની પસંદગીના પોસ્ટલ સર્કલ અને ડિવિઝનમાં કેટલી જગ્યાઓ ઉપલબ્ધ છે તેની પણ તપાસ કરવી જોઈએ.
10મું પાસ ઉમેદવારો માટે મહત્વપૂર્ણ તક
દેશભરમાં 25 હજારથી વધુ જગ્યાઓ અને ગુજરાતમાં 499 જગ્યાઓ માટેની આ GDS (GDS Jobs)ભરતી 10મું ધોરણ પાસ ઉમેદવારો માટે સરકારી ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરવાની મહત્વપૂર્ણ તક બની શકે છે. રજિસ્ટ્રેશન 31 ઓગસ્ટ 2026થી શરૂ થવાનું હોવાથી રસ ધરાવતા ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો અગાઉથી તૈયાર રાખવા જોઈએ. ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2026 હોવાથી સમયસર અરજી પૂર્ણ કરવી જરૂરી રહેશે. ઉમેદવારોએ ભરતી સંબંધિત પાત્રતા, વયમર્યાદા, અરજી ફી, પગાર, ડિવિઝન મુજબની જગ્યાઓ અને અન્ય શરતો માટે સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું જોઈએ.
મહત્વપૂર્ણ તારીખો
રજિસ્ટ્રેશન શરૂ: 31 ઓગસ્ટ 2026
રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ: 19 સપ્ટેમ્બર 2026
ઓનલાઈન અરજી શરૂ: 2 સપ્ટેમ્બર 2026
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ: 21 સપ્ટેમ્બર 2026
અરજીમાં સુધારાની તારીખ: 23 અને 24 સપ્ટેમ્બર 2026
આ પણ વાંચો:વિદ્યાર્થીઓને સરકારી નોકરીનું સપનું બતાવી 4.48 લાખ પડાવ્યા! ગુજરાત કોલેજનો પૂર્વ PTI અંજારથી ઝડપાયો
આ પણ વાંચો:બાબા રામદેવ સરકાર સામે આક્રમક; સરકારી નોકરીઓમાં કૌભાંડ સામે આંદોલનની ચીમકી
આ પણ વાંચો:7 વર્ષની લડત બાદ 3 દીકરીઓને સરકારી નોકરી આપવા હાઈકોર્ટનો કડક આદેશ
