Not Set/ શોએબ અખ્તરનું કાશ્મીર પર વિવાદિત ટ્વિટ

પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તરના યુટ્યુબ વીડિયો ભારતમાં ઘણા લોકપ્રિય છે ચાહકો તેમની વિચારસરણી અને ક્રિકેટ વિશેની તેમની વાતોને પસંદ કરે છે પરંતુ હવે તેઓએ એક એવી વાત કહી છે જેના પછી લોકો સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ કરી રહ્યા છે. તેમણે પોતાની ઈદની શુભેચ્છાઓ દ્વારા ટ્વિટમાં કાશ્મીરની આઝાદીનો ઉલ્લેખ કરીને તેને વિવાદિત બનાવ્યુ છે. […]

Top Stories India

પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તરના યુટ્યુબ વીડિયો ભારતમાં ઘણા લોકપ્રિય છે ચાહકો તેમની વિચારસરણી અને ક્રિકેટ વિશેની તેમની વાતોને પસંદ કરે છે પરંતુ હવે તેઓએ એક એવી વાત કહી છે જેના પછી લોકો સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ કરી રહ્યા છે.

તેમણે પોતાની ઈદની શુભેચ્છાઓ દ્વારા ટ્વિટમાં કાશ્મીરની આઝાદીનો ઉલ્લેખ કરીને તેને વિવાદિત બનાવ્યુ છે. આટલું જ નહીં, શોએબે પહેલા એક ઈજાગ્રસ્ત બાળકની તસવીરનો ઉપયોગ પોતાના ટ્વિટમાં કર્યો હતો, જ્યારે યુઝર્સએ ટ્રોલ કરવાનું શરૂ કર્યું ત્યારે આ ટ્વીટમાં ચિત્ર બદલી નાખ્યું હતું.

Shoaib Akhtar tweet શોએબ અખ્તરનું કાશ્મીર પર વિવાદિત ટ્વિટ

અત્રે ઉલ્લેખનીય છે કે,  કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી, પાકિસ્તાનની મોટી હસ્તીઓ કાશ્મીરને લઈને ભારતને નિશાન બનાવી રહી છે. તેમાં ઘણા ક્રિકેટરો પણ શામેલ છે. ટીમના કેપ્ટન સરફરાઝ અહેમદ અને શાહિદ આફ્રિદી પછી હવે શોએબ અખ્તરે વિવાદિત ટ્વિટ કરીને ભારતની ટીકા કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.