Not Set/ ઓપો મોબાઇલ પર દેશવ્યાપી દરોડા, ગુજરાતનાં ડીલર પર પણ તવાઇ

ગુજરાતમાં પણ IT રેડની અસર જોવા માટે મળી છે. ગુજરાતમાં આવેલા મુખ્ય ડીલરને ત્યાં IT રેઇડ કરવામાં આવી છે અને ટીમ હાલ તપાસ કરી રહી છે.

Top Stories Gujarat
ઓપો રેડ

મંગળવારે સવારે ઓપો મોબાઈલ દ્વારા દેશવ્યાપી દરોડા કરવામાં આવ્યા છે. દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ઓપો મોબાઈલ દ્વારા આવકવેરા વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે. ગુજરાતમાં પણ IT રેડની અસર જોવા માટે મળી છે. ગુજરાતમાં આવેલા મુખ્ય ડીલરને ત્યાં IT રેઇડ કરવામાં આવી છે અને ટીમ હાલ તપાસ કરી રહી છે.

ગુજરાતમાં પુજારા ટેલિકોમ ખ્યાતનામ ધરાવે છે અને તેઓ ઓપ્પો મોબાઈલના ગુજરાતના ડીલર છે. યોગેશ પુજારા અને રાહિલ પુજારા પુજારા ટેલિકોમના માલિક છે અને તેઓ ગુજરાતના અનેક શહેરોમાં શો-રૂમ ધરાવે છે. કરવેરા વિભાગની ટીમ તેમને ત્યાં હાલ તપાસ કરી રહી છે

ઓપ્પો મોબાઈલના દેશવ્યાપી દરોડાએ લોકોમાં ભારે ચર્ચા જગાવી છે.