ગાંધીનગર/ પુત્રવધુ પર ત્રાસ ગુજારતા હોવાની બની ઘટના, સસરાએ કર્યું એવું કે, તમે જાણીને..

ફરિયાદી એવા અવનીબેનના 2010માં કલોલની એક સોસાયટીમાં રહેતા રૂશીન કૃષ્ણકાંત ત્રિવેદી સાથે મુજબ લગ્ન થયા હતા અને ત્યારબાદ પત્નીને કેનેડા…

Gujarat Others
ત્રાસ

રાજ્યમાં સાસરિય પક્ષ તરફથી અનેકવાર પુત્રવધુ પર દહેજ માંગવા કે અન્ય કોઈ બાબતે ત્રાસ આપતા હોવાની ઉઠવા પામી છે, ત્યારે આ વચ્ચે રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાંથી આ જ પ્રકારની એક ઘટના સામે આવી છે.

આ પણ વાંચો :અમદાવાદ એરપોર્ટ પર 8 મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા,તંત્ર એલર્ટ….

હકીકતમાં, ફરિયાદી એવા અવનીબેનના 2010માં કલોલની એક સોસાયટીમાં રહેતા રૂશીન કૃષ્ણકાંત ત્રિવેદી સાથે મુજબ લગ્ન થયા હતા અને ત્યારબાદ પત્નીને કેનેડા બોલાવાઈ હતી. જ્યાં વર્ષ 2012માં પ્રથમ પુત્રીનો જન્મ થયા બાદ તેમના સાસરિયા પક્ષના લોકો દ્વારા પુત્રને જન્મ આપ્યો ન હોવાના કારણે દહેજની માંગણી કરાઈ હતી અને ત્રાસ ગુજારવામાં આવી રહ્યો હતો.

આ પણ વાંચો :ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો જાહેર થવા લાગ્યા, આટલા ગામના સરપંચ જીત્યા,જાણો

આ દરમિયાન દરમિયાન દિયરના લગ્ન હોવાથી નવેમ્બરમાં અમે કેનેડાથી ગાંધીનગર આવ્યા હતા, જ્યાં લગ્નના ચાર દિવસ પહેલા સસરાએ અવનીબેન સાથે ઝઘડો કરીને માર માર્યો હતો અને પરિણાતાનો વિદેશનો પાસપોર્ટ તેમજ અસલ ડોક્યુમેન્ટ્સ પડાવી લીધા હતા. આ સાથે તેઓએ તારા પિયરમાંથી 40 લાખ લઈ આવીશ ત્યારે તને પાસપોર્ટ મળશે અને ધમકી પણ આપવામાં આવી છે કે, જો તે પિયરમાંથી 40 લાખ રૂપિયા દહેજ નહીં લાવે તો તેને સંતાનો સાથ જાનથી મારી નાખશે.

આ અત્યાચાર બાદ પરિણીતાએ પતિ, સાસુ-સસરા સહિત 4 લોકો સામે કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :અરવલ્લીની 193 ગ્રા.પં.નું જાહેર થશે પરિણામ, 2281 વોર્ડનાં ઉમેદવારનાં ભાવિનો થશે નિર્ણય

લગ્નના ચાર દિવસ પહેલા સસરા કૃષ્ણકાંતે અવનીબેન સાથે ઝઘડો કરીને માર માર્યો હતો અને ટોઈલટના બ્રશથી માર મારી ટોઈલેટમાં પૂરી દઈ બંને સંતાનો અને પરિણાતાનો વિદેશનો પાસપોર્ટ તેમજ અસલ ડોક્યુમેન્ટ્સ પડાવી લીા હતા અને મારા પુત્રને કેનેડા મોકલવાનો ખર્ચ થયો હોવાથી તારા પિયરમાંથી 40 લાખ લઈ આવીશ ત્યારે તને પાસપોર્ટ મળશે તેવું કહ્યું હતું. સમગ્ર મામલે કલોલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ,1.47 લાખ ઉમેદવારના ભાવિનો થશે ફેંસલો

આ પણ વાંચો :સુરેન્દ્રનગરના મુળી-થાન રોડ પર ગેરકાયદેસર ચાલતા ખનીજ ખોદકામના