Gujrat/ ગુજરાતના રાજકારણમાં ગરમાવો, MLA ધર્મેન્દ્ર સિંહ વાઘેલા વાઘોડિયા બેઠક પરથી લડશે પેટા ચૂંટણી, અપક્ષમાંથી આપશે રાજીનામું

ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. MLA ધર્મેન્દ્ર સિંહ વાઘેલા અપક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાશે અને વાઘોડિયા બેઠક પરથી પેટા ચૂંટણી લડશે.

Top Stories Gujarat Politics
YouTube Thumbnail 29 ગુજરાતના રાજકારણમાં ગરમાવો, MLA ધર્મેન્દ્ર સિંહ વાઘેલા વાઘોડિયા બેઠક પરથી લડશે પેટા ચૂંટણી, અપક્ષમાંથી આપશે રાજીનામું

ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. લોકસભા ચૂંટણી નજીક આવતા પક્ષપલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ અને આપના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. હાલમાં કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડા ભાજપમાં જોડાયા બાદ વધુ એક દિગ્ગજ નેતા ભાજપમાં જોડાશે. MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અપક્ષમાંથી રાજીનામું આપશે અને વાઘોડિયા બેઠક પરથી પેટા ચૂંટણી લડશે તેમ સત્તાવાર સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી. આગામી દિવસોમાં દેશમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. તમામ પક્ષોએ ચૂંટણીઓને લઈને ગતિવિધિઓ તેજ કરી છે. ત્યારે ભાજપમાં વિપક્ષના ધુરંધર નેતાઓ એક પછી એક જોડાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે આ ચૂંટણી એક મોટો પડકાર બની રહેશે.

ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા બેઠક પરથી ભાજપમાંથી ચૂંટણી લડશે. ભાજપમાં જોડાવાના નિર્ણય બાદ અપક્ષ નેતા વાઘેલા બાપુ આજે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રાજીનામું સોંપશે. આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપ્યા બાદ વિધિવત રીતે ભાજપમાં જોડાશે. અગાઉ સી.જે. ચાવાડ ઉપરાંત ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. નોંધનીય છે કે વિધાસભાની ચૂંટણી જીત્યા બાદ ધર્મેન્દ્ર્સિંહ વાઘેલાએ ભાજપને સમર્થન જાહેર કર્યું હતું. ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા તે જ બેઠક પરથી પેટા ચૂંટણી લડશે. વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની પકડ મજબૂત માનવામાં આવે છે. મંગળવારે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘટાન પ્રસંગે ધર્મેન્દ્ર સિંહ વાઘેલાની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યુ હતું.  ભાજપના નેતાઓ નજીક હોવાનું વર્તુળોમાં ચર્ચા થયા બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાય તેવી અફવાએ વેગ પકડ્યો હતો. જો કે અફવા હકીકત બની છે અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ રહ્યા છે.

રાજ્યના રાજકારણમાં પક્ષ પલટાની મોસમ જોવા મળે છે. ભૂપત ભાયાણી, સી.જે.ચાવડા બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા છે. દરમ્યાન ગતરોજ 24 જાન્યુઆરીના રોજ કોંગ્રેસના ગુજરાતના એક ધુરંધર નેતા ભાજપમાં જોડાય તેવી ચર્ચા મીડિયામાં જોવા મળી. જો કે કોંગ્રેસના આ ધુરંધર સિનિયર નેતા અર્જુન મોઢવડિયાએ આ અફવાનું ખંડન કરતા ખુલાસો કર્યો કે હું કોગ્રેસમાં હતો અને કોંગ્રેસમાં જ છું.  કોંગ્રેસના સીનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ આ અફવાને પાયાવિહોણી ગણાવતા કહ્યું કે કેટલાક લોકો પોતાનો હેતુ સાધવા આ પ્રકારની અફવા ફેલાવી રહ્યા છે. અર્જુન મોઢવડિયાના ખુલાસા આપ પક્ષના નેતા ગોપાલ ઇટાલિયાએ તેમને ટાંકીને કહ્યું કે તમે કોંગ્રેસમાં હતા અને છો એમ કહ્યું છે પરંતુ ભવિષ્યમાં રહેશો જ તેમ જણાવ્યું નથી. ભાજપમાં જોડાવાની અફવા ભલે ખોટી રહી. પરંતુ આપ પાર્ટીના દરવાજા તમારા માટે ખુલ્લા છે. રાજ્યમાં એક પછી એક વિપક્ષ નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે INDIA ગઠબંધનમાંથી મમતા બેનરજી અને ભગવંત માન દૂર થતા કોંગ્રેસ માટે આ લોકસભા ચૂંટણી એક કપરા ચઢાણ સમાન રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ