ગાંધીનગર
ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચુંટણીઓ હજુ જાહેર કરાઈ નથી,ત્યાં તો રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓની બઢતી અને બદલીઓના દોર શરુ કરી દેવાયા છે.છેલ્લાં પંદર દિવસમાં રાજ્યમાં 70થી વધુ ડીવાયએસપી બદલી અને બઢતી કરવામાં આવી છે.
બદલી અને બઢતીનો આ દોર ચાલુ રહેતા ગુજરાત રાજ્યના ગ્રુહ વિભાગે 21 જેટલા નાયબ પોલીસ અધિક્ષકને દિપાવલી પર્વની ભેટ આપી છે.ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં ફરજ બજાવતા 21 જેટલા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓને અધિક પોલીસ અધિક્ષક તરીકે બઢતી કરવાના આદેશ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના પાંચ જેટલાં નાયબ પોલિસ અધિક્ષકોને અધિક પોલિસ અધિક્ષક તરીકે બઢતી અપાઇ છે,જેમાં ક્રાઇમ બ્રાંચના એસીપી રાજદિપ ઝાલા અને મહિલા પોલીસ સ્ટેશનના એસીપી પન્ના મોમાયાનો સમાવેશ થાય છે.
અહીં પણ મહત્વનું છે કે અપગ્રેડ કરાયેલા તમામ અધિકારીઓ હાલના સ્થળ પર જ ફરજ બજાવશે અને તેમની અન્ય જગ્યા પર બદલી કરાઈ નથી.