નિર્ણય/ ગુજરાત સરકારે પગાર પંચ-ભથ્થા સહિતની સરકારી કર્મચારીઓની 15 માગણીઓ સ્વીકારી,જાણો

સાતમા પગાર પંચના બાકી ભથ્થા ઝડપી ચુકવણી કરાશે કેન્દ્ર સરકારના ધોરણે તેનો લાભ આપવામાં આવશે. સોમવારથી કર્મચારીઓને કામે લાગવા માટે અપીલ કરી હતી

Top Stories Gujarat
4 28 ગુજરાત સરકારે પગાર પંચ-ભથ્થા સહિતની સરકારી કર્મચારીઓની 15 માગણીઓ સ્વીકારી,જાણો

ગુજરાતમાં ચૂંટણીને ગણતરીના દિવસો બાકી હોવાથી અનેક સરકાીરી વિભાગના સંગઠનો સરકાર સામે પોતાની માંગણી માટે આંદોલન કરી રહ્યા છે,જેના લીધે સરકાર પ્રેસરમાં આવી ગઇ હતી અને અંતે સરકારે  15 માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે.ગુજરાતમાં સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના તેમજ સાતમાં પગાર પંચ અને અન્ય ઘણી પડતર માગણીઓ સાથે આંદોલનના રસ્તે હતા. આવતીકાલે 6 લાખ જેટલા કર્મચારી માસ સીએલ પર ઉતરી જવાના હતા જે પહેલા સરકારે કર્મચારી મંડળો સાથે બેઠક કરી આંદોલનને સમાપ્ત કરાવી દીધો છે. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીની પત્રકાર પરિષદ કરી કહ્યું છે કે સરકારી કર્મચારીની 15 માંગો પર નિર્ણય લેવામાં આવ્યો છે. જૂની પેન્શન યોજનાને લગતી અમુક માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. વર્ષ 2005 પહેલા ભરતી થયેલાને જૂની પેન્શન અને ભારત સરકારનો વર્ષ 2009નો કુટુંબ પેન્શન યોજનાનો ઠરાવ સરકારે સ્વીકાર્યો છે.

ઉલ્લેખનીય છે કે સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ સંયુક્ત કર્મચારી મોરચા સાથેની બેઠક બાદ નિવેદન આપતા કહ્યું કે આવતીકાલથી 6 લાખ કર્મચારીઓ માસ CL  પર જવાના હતા. અલગ અલગ સંવર્ગના પ્રશ્નો હતા તેના મુદ્દે સકારાત્મક ચર્ચા થઈ છે. કર્મચારીઓ પણ ભાજપનો પરિવાર છે માટે કોઇને મુશ્કેલી ન પડે તે સરકાર વિચારે છે. સતત સંવાદથી તમામ સમસ્યાનું નિરાકરણ આવે છે. કર્મચારીઓના પ્રશ્નોને લઇ અનેક બેઠકો થઇ છે. રાજ્ય સરકારે કર્મચારીઓને આંદોલન બંધ રાખવાની અપીલ કરી છે. જનતા હેરાન ન થાય તે માટે કર્મચારીઓ સહકાર આપશે. જૂની પેન્શન યોજનામાં કેન્દ્ર સરકારનો ઠરાવ છે. જૂની પેન્શન યોજનાની કેટલીક માંગણીઓને ગુજરાત સરકારે સ્વીકારી લીધી છે. સાતમા પગાર પંચના બાકી ભથ્થા ઝડપી ચુકવણી કરાશે કેન્દ્ર સરકારના ધોરણે તેનો લાભ આપવામાં આવશે. સોમવારથી કર્મચારીઓને કામે લાગવા માટે અપીલ કરી હતી, જૂની પેન્શન યોજનામાં કુંટુંબ પેન્શનનો ઠરાવ સ્વીકારવામાં આવ્યો છે

મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે , કર્મચારીઓને નિવૃત્તિ સમયે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દર અને મુદતમાં ઘટાડા સાથે 15 વર્ષના 180 હપ્તાને બદલે 13 વર્ષના 156 હપ્તામાં ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પરિણામે પ્રત્યેક કર્મચારીઓને નિવૃત્તિ સમયે અંદાજિત રૂ.6 લાખ જેટલો સંભવતઃ ફાયદો થશે. સીસીસી પરીક્ષાની મુદ્દત ડિસેમ્બર-2024 સુધી લંબાવવામાં આવશે. આ ઉપરાંત જૂથ વીમા કપાતની રકમના સ્લેબમાં વધારો કરવા ઉપરાંત તે પ્રમાણે વીમા કવચ પણ વધારવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. મહિલા કર્મચારીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે જે અંતર્ગત મહિલા કર્મચારીઓની નોકરીનો સમયગાળો ધ્યાને લીધા સિવાય મૂળ નિમણૂક તારીખથી જ 180 દિવસ એટલે કે છ મહિનાની પ્રસૂતિ રજા આપવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, વર્ષ 2006 પછીની ફિક્સ પગારની નીતિથી ભરતી થયેલા તમામ કર્મચારીને પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી 18 જાન્યુઆરી 2017ના ઠરાવ મુજબ સળંગ ગણવા અંગેનો લાભ આપવામાં આવે છે. પરંતુ વર્ષ 2006 પહેલાના ફિક્સ પગારની નિતીમાં જેટલી કેડરનો સમાવેશ કરવામાં આવેલ છે તે તમામ કેડરને પ્રાથમિક શિક્ષકોની જેમ બાકી રહેલા તમામ સરકારી કર્મચારીઓ તેમજ ગ્રાન્ટ ઇન એડ શિક્ષકોને 1 એપ્રિલ 2019ની અસરથી સેવાઓ સળંગ ગણવામાં આવશે. આ ઉપરાંત રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવામાં આવશે. 27 એપ્રિલ 2011 પહેલા ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકોને નિવૃત્તિ સાથે પુરા પગારમાં સમાવવામાં આવશે. રાજય સરકાર દ્વારા લેવાયેલા આ કર્મચારી હિતલક્ષી નિર્ણયો માટે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને સંયુકત મોરચાના તમામ હોદ્દેદારોએ ગુજરાત સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, હવે તેમણે આગામી કાર્યક્રમો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.