atmosphere/ રાજ્યનાં અનેક જિલ્લાઓમાં ઝાકળની ચાદર પથરાઈ

  રાજ્યમાં ઠંડીનાં પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યનાં ઘણા શહેરોમાં ઝાકળ પડી હતી. 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે વલસાડ ઠંડુગાર થયુ હતુ, જ્યારે અમદાવાદમાં લઘુત્તમ 21.0 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં લઘુત્તમ 19.5 , વડોદરામાં 19.4 , સુરતમાં લઘુત્તમ 20.4 , રાજકોટમાં 20.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતુ. આપને જણાવી દઇએ કે, આગામી બે દિવસમાં […]

Top Stories Gujarat
corona 194 રાજ્યનાં અનેક જિલ્લાઓમાં ઝાકળની ચાદર પથરાઈ

 

રાજ્યમાં ઠંડીનાં પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યનાં ઘણા શહેરોમાં ઝાકળ પડી હતી. 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે વલસાડ ઠંડુગાર થયુ હતુ, જ્યારે અમદાવાદમાં લઘુત્તમ 21.0 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં લઘુત્તમ 19.5 , વડોદરામાં 19.4 , સુરતમાં લઘુત્તમ 20.4 , રાજકોટમાં 20.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતુ.

આપને જણાવી દઇએ કે, આગામી બે દિવસમાં હજુ ઠંડીનું જોર વધશે. આજે સવારથી રાજ્યનાં લગભગ દરેક જિલ્લાઓમાં ઝાકળ પડી હતી. ત્યારે જે લોકો સવારે મોર્નિંગ વોર્કમાં જાય છે તેઓ આ ખુશનુમા વાતવરણ જોઇને આનંદિત થયા હતા.

અમદાવાદ

અમદાવાદમાં વધ્યું ધુમ્મસનું પ્રમાણ
ધુમ્મસને કારણે ઝીરો વિઝિબિલિટી
અમદાવાદમાં પથરાઇ ધુમ્મસની ચાદર
માવઠા બાદ ધુમ્મસનું વધ્યું પ્રમાણ
વાહનચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી

અરવલ્લી

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
યાત્રાધામ શામળાજીમાં ધુમ્મસભર્યુ વાતાવરણ
અનેક વિસ્તારમાં ધુમ્મસભર્યુ વાતાવરણ
હાઈવે પર વીઝીબીલીટી ઘટાડો જોવા મળ્યો
વીઝીબીલીટી ઘટતાં વાહન ચાલકો પરેશાન
ઠંડીમાં જોવા મળ્યો ચમકારો

બનાસકાંઠા

બનાસકાંઠામાં વહેલી સવારથી જ ધુમમ્સ
ધુમમ્સના કારણે વાતાવરણમાં પલટો
ભરશિયાળે ચોમાસા જેવો માહોલ
વાતાવરણ બદલાતા ખેડૂતો ચિંતિત

મહેસાણા

મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં પલટો
વાતાવરણમાં પલટો થતાં ઠંડીમાં વધારો
વાતાવરણમાં પલટાને લઈને વાહન ચાલકો પરેશાન

પાટણ

પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો
વહેલી સવારથી વાતાવરણમાં પલટો
ધુમ્મસના કારણે ઠંડીના પ્રમાણમાં વધારો
વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ઝાકળ પડી
ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ

ગાંધીનગર

ગાંધીનગરમાં ધુમ્મ્સભર્યુ વાતાવરણ
શહેરમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું
ધુમ્મસના કારણે ઠંડીના પ્રમાણમાં વધારો

રાજકોટ

રાજકોટ આજે પણ વાદળછાયું વાતાવરણ
13 તારીખ સુધી રહેશે માવઠાની અસર
માવઠાના કારણે રાજકોટમાં ઠંડી વધી
ખેડૂતો મુકાયા ચિંતામાં

સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં ધુમ્મસ છવાયું
ધુમ્મસ છવાતા વીજીબીલીટી ઘટી
ધુમ્મસના કારણે વાહન ચાલકો પરેશાન

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો