Court/ “માં” સમાન વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપીને મળી આજીવન કેદની સજા

દીકરી બચાવો અને દીકરી પઢાઓ અભિયાન રાજ્ય સરકાર દ્વારા ચલાવામાં આવે છે તેમજ રાજ્યમાં દીકરીઓ સલામત છે તેવા મોટા મોટા દાવા સરકાર તરફથી કરવામાં આવે છે. પરંતુ, રાજ્યમાં દીકરીઓ સલામત જ નથી તેવું હકીકત જાણીને તમે પણ ચોંકી ઉઠશો. રાજ્યમાં મહિલાઓ સાથે છેડતી અને દુષ્કર્મની ઘટના અવાર નવાર બની રહી છે.હવસખોરોની બદનિયતની સામે મહિલાઓ પોતાની […]

Gujarat Others
corona ૧૧૧૧ 34 "માં" સમાન વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપીને મળી આજીવન કેદની સજા

દીકરી બચાવો અને દીકરી પઢાઓ અભિયાન રાજ્ય સરકાર દ્વારા ચલાવામાં આવે છે તેમજ રાજ્યમાં દીકરીઓ સલામત છે તેવા મોટા મોટા દાવા સરકાર તરફથી કરવામાં આવે છે. પરંતુ, રાજ્યમાં દીકરીઓ સલામત જ નથી તેવું હકીકત જાણીને તમે પણ ચોંકી ઉઠશો. રાજ્યમાં મહિલાઓ સાથે છેડતી અને દુષ્કર્મની ઘટના અવાર નવાર બની રહી છે.હવસખોરોની બદનિયતની સામે મહિલાઓ પોતાની આબરૂ અને પોતાનો જીવ બચાવવા માટે ખુબજ ચિંતિત બનીને પોતાની જાતે પોતાની રક્ષા કરવાની કોશિશો કરતી થઇ ગઈ છે. આગળ જો વાત કરવામાં આવે તો મહિલાઓ તો ઠીક હવે રાજ્યમાં વૃદ્ધા પણ સલામત નથી. પોતાની હવસ પુરી કરવા માટે કેટલાક નરાધમો માનવતાની હદ્દ પાર કરીને વૃદ્ધાની ઉપર પણ દુષ્કર્મ ગુજારતા થઇ ગયા છે.

આવો જ એક કિસ્સો વર્ષ 2018માં ખેડા જિલ્લાના નરસંડા ચોકડી નજીક બનેલી અપહરણ વિથ લૂંટ અને દુષ્કર્મની કોશિશની ચકચારી ઘટનામાં આજરોજ નડિયાદ સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો.ચુકાદામાં કોર્ટે આરોપીને દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી હતી.

કેસની જો વિગત વાર વાત કરીએ તો ખેડા જિલ્લામાં રહેતી 60 વર્ષીય વૃદ્ધા મંદિરે દર્શન કરી નરસંડા ચોકડી પર ઊભી હતી તે દરમિયાન ગાડીમાં લિફ્ટ આપવાના બહાને કિરીટ ઉર્ફે ધૂમ નામના ઈસમને તેમને ગાડીમાં બેસાડીને, એકાંત સ્થળે લઇ જઇ, મારમારી, તેમના દાગીના રોકડ પડાવી લઇ તેના ઉપર દુષ્કર્મ ગુજારવાની કોશિશ કરી હતી. આ કેસ નડિયાદના સેશન્સ અદાલત ના જજ ડી. આર. ભટ્ટની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ પ્રેમ આર. તિવારીની દલીલો, 22 દસ્તાવેજી પુરાવા, 20 મૌખિક પુરાવાને ધ્યાને લઇ અદાલત દ્વારા આરોપી કિરીટ ઉર્ફે ધૂમ હસમુખ બારોટ (રહેવાસી બાલવા, તાલુકો કલોલ જીલ્લો ગાંધીનગર)ને આજીવન કેદની સજા ફટકારી હતી. અને ભોગ બનનારને એક લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો