Not Set/ વડોદરા પર થી પુરનું સંકટ ટળ્યું,  મગરો રહેણાક વિસ્તારોમાં ઘૂસતા લોકોનું સ્થળાંતર કરાવાયું

ગુજરાતભરમાં પાછલા થોડા દિવસથી સતત વરસાદ પડી રહ્યાની સાથે સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદનાં કારણે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી ખતરા જનક રીતે આગળ વધી રહી હતી. જો કે, વરસાદનું જોર પાછલા દિવસોની સરખામણીએ ઘટતા વડોદરાની માથે થી હાલ પુરતું પુરનું સંકટ ટળ્યું હોય તેવુ લાગી રહ્યું છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત ઘટાડો નોંધવામાં આવી […]

Gujarat Vadodara
c6e625b2d872001f781a7968e6eb25e2 વડોદરા પર થી પુરનું સંકટ ટળ્યું,  મગરો રહેણાક વિસ્તારોમાં ઘૂસતા લોકોનું સ્થળાંતર કરાવાયું

ગુજરાતભરમાં પાછલા થોડા દિવસથી સતત વરસાદ પડી રહ્યાની સાથે સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદનાં કારણે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી ખતરા જનક રીતે આગળ વધી રહી હતી. જો કે, વરસાદનું જોર પાછલા દિવસોની સરખામણીએ ઘટતા વડોદરાની માથે થી હાલ પુરતું પુરનું સંકટ ટળ્યું હોય તેવુ લાગી રહ્યું છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. વિશ્વામિત્રીનું જળસ્તર ઘટીને 22 ફુટ થયું હોય તંત્રએ પૂરનાં પ્રેસરમાંથી રાહતનો શ્વાસ લીધો છે. આજવા સરોવરનું જળસ્તર પણ સ્થિર થયું, હાલ આજવા સરોવરનું લેવલ 212 ફુટે સ્થિર જોવામાં આવી રહ્યું છે. વિશ્વામિત્રીની સપાટી ઘટતાં વડોદરાવાસીઓને હાશકારો થયો છે. પાણીનો પ્રકોપ ઘટ્યો છે પણ આ મગરોનું શું?

જી હા, વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થતાની સાથે વિશ્વામિત્રીમાં વાસ કરતા મગરો બહાર નીકળ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. સયાજીગંજ વિસ્તારમાં સુભાષનગરમાં મગરો નીકળ્યા હોય, સુભાષનગરમાં ઝૂંપડાની છત પર મગર બેસ્યા હોય તેવા દ્વશ્યો સામે આવી રહ્યા છે. એક સાથે ઝૂંપડાંની આસપાસ 3 મગરો દેખાતા જ સ્થાનિક લોકોએ વીડિયો બનાવી વાયરલ કર્યા હતા. વિશ્વામિત્રી મગરનાં કારણે પ્રખ્યાત છે અને દર ચોમાસે વિશ્વામિત્રી પાણીનાં બહાવ સાથે સાથે મગરો પણ શહેરમાં લાવે છે. હોલ મગરોના ઉપદ્રવનાં કારણે સુભાષનગરના લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. અને બચાવ ટીમો મગરોને રેસ્ક્યૂ કરવાનાં કામમાં જોતરાયેલી જોવામાં આવી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews