AAP/ ગોપાલ ઈટાલિયા દિલ્હીથી સીધા ખોડલધામ પહોંચ્યા, કહ્યું- પાટીદાર સમાજ સાથે અન્યાય થાય છે

આ સાથે ‘ગોપાલભાઈ તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. ઈટાલિયાએ રાજકોટ એરપોર્ટને જણાવ્યું હતું કે, સ્મૃતિ ઈરાની મારા…

Top Stories Gujarat Rajkot
Gopal Italia Khodaldham

Gopal Italia Khodaldham: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. ગઈકાલે મુક્ત થયેલા ગોપાલ ઈટાલિયા સીધા આજે ખોડલ ધામ મા ખોડલના દર્શન કરવા રાજકોટ એરપોર્ટ પહોંચ્યા હતા. ગોપાલ ઈટાલિયાને આવકારવા મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ એકત્ર થયા હતા. એરપોર્ટ પર પાર્ટીના કાર્યકરોએ ‘ભારત માતા કી જય’, ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા.

આ સાથે ‘ગોપાલભાઈ તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. ઈટાલિયાએ રાજકોટ એરપોર્ટને જણાવ્યું હતું કે, સ્મૃતિ ઈરાની મારા જૂના વીડિયો પોસ્ટ કરે છે, તેમણે ગેસના બાટલા માથે લઈને નાચતા હતા તેના પણ વીડિયો પોસ્ટ કરવા જોઈએ. ગોપાલ ઈટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી છે. ભાજપ પાટીદાર સમાજને અન્યાય કરી રહી છે.

ગોપાલ ઈટાલીયાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ચૂંટણી આવતા ભાજપવાળાઓએ નાટક કરવાનું ચાલુ કરી દીધું છે. રોજ 6-7 વર્ષ જૂના વીડિયો શોધીને આવે છે. ગુજરાતની જનતા ભાજપ પાસે 27 વર્ષનો હિસાબ માગે છે તો કહે છે કે વીડિયો જોઈ લો ગોપાલ કોણ છે. હવે તો મારા બાળપણના વીડિયો લઈ આવશે અને કહેશે કે જુઓ આ કપડાં નહોતો પહેરતો, હવે આ લોકો મારા પ્રત્યે નફરત ફેલાવે છે. માં ખોડિયાર શક્તિનું કેન્દ્ર છે, હું પ્રાર્થના કરીશ કે આવા લોકો સામે લડવા માટે મને શક્તિ આપે.

ભૂતકાળમાં ભાજપના નેતાઓએ પણ તેમને બદનામ કરવામાં કોઈ કસર છોડી ન હતી. રાજકોટ એરપોર્ટ પર AAPના નેતાઓ અને કાર્યકરોએ ગોપાલ ઈટાલિયાનું સ્વાગત કર્યું હતું. બાદમાં તેઓ સીધા કાર દ્વારા ખોડલધામ દર્શને જવા રવાના થયા હતા. ગોપાલ ઈટાલિયાની ધરપકડ બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ગોપાલ ઈટાલીયા ગુજરાત AAPના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા, ઈન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના આગેવાનો પણ ખોડલધામ જવા માટે જોડાયા છે.

આ પણ વાંચો: Pakistan / પાકિસ્તાનની ‘બત્તી ગુલ’: સમગ્ર દક્ષિણ પાકિસ્તાનમાં બ્લેક આઉટ