Pakistan/ પાકિસ્તાનની ‘બત્તી ગુલ’: સમગ્ર દક્ષિણ પાકિસ્તાનમાં બ્લેક આઉટ

આર્થિક કટોકટીના મોરચો તકલીફોનો સામનો કરી રહેલા પાકિસ્તાને ગુરુવારે વધુ એક ફટકાનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર દક્ષિણ પાકિસ્તાનમાં વીજળી ગુલ થઈ છે. તેના લીધે પાકિસ્તાનના આર્થિક કેન્દ્ર મનાતા કરાચી સહિતના દક્ષિણ ભાગમાં અંધારપટ છવાઈ ગયો હોવાનું મનાય છે.

Top Stories World
  • આર્થિક તકલીફોનો સામનો કરી રહેલા પાકિસ્તાનને વધુ એક ફટકો
  • આર્થિક કેન્દ્ર કરાચી સહિતના વિસ્તારોમાં વીજળી બંધ
  • સરકારનો સાંજ સુધીમા વીજ પુરવઠો પૂર્વવત્ કરવાનો દાવો

આર્થિક કટોકટીના મોરચો તકલીફોનો સામનો કરી રહેલા પાકિસ્તાને ગુરુવારે વધુ એક ફટકાનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર દક્ષિણ પાકિસ્તાનમાં વીજળી ગુલ થઈ છે. તેના લીધે પાકિસ્તાનના આર્થિક કેન્દ્ર મનાતા કરાચી સહિતના દક્ષિણ ભાગમાં અંધારપટ છવાઈ ગયો હોવાનું મનાય છે.
વીજ પુરવઠામાં અચાનક વિક્ષેપ શા માટે થયો તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલમાં સરકારી અધિકારીઓ અને વીજ કંપનીઓ ગડબડને સુધારવામાં વ્યસ્ત છે. દક્ષિણ ભાગમાં બ્લેક આઉટ થયા પછી, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તે સમગ્ર દેશને ઘેરી શકે છે.
પાકિસ્તાનના ઉર્જા પ્રધાન ખુર્રમ દસ્તગીરે જણાવ્યું હતું કે ટેકનિકલ નિષ્ણાતો ઝડપથી ખામીને દૂર કરવા માટે કામ કરી રહ્યા છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં આજે રાત સુધીમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે.

ઉર્જા મંત્રાલયે ટ્વીટ કરીને જણાવ્યું કે અચાનક વિક્ષેપના કારણે વીજળી સંકટ ઉભું થયું છે.મંત્રાલયે ટ્વીટ કર્યું કે, “દેશના દક્ષિણમાં કેટલાક વીજમથકમાં અચાનક વિક્ષેપ સર્જાયો, જેના પરિણામે દેશના દક્ષિણ ભાગમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો.” મંત્રીએ કહ્યું કે તેમની પ્રાથમિકતા કરાચીમાં સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવાની છે.

દસ્તગીરે કહ્યું કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને અત્યાર સુધીમાં 8000 મેગાવોટમાંથી 4700 મેગાવોટ પાવર સપ્લાય શરૂ થઈ ગયો છે. “અમે આશા રાખીએ છીએ કે તે પ્લાન્ટ્સમાં આગામી થોડા કલાકોમાં ઉત્પાદન શરૂ થઈ જશે,” તેમણે કહ્યું મોડી સાંજ સુધીમાં પુરવઠો સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થશે.