Rajkot News/ રાજકોટમાં સ્ટેમ્પ ડયુટી ચોરીનો મોટો ખુલાસો, ગેલેક્સી ગ્રુપને રૂ. 4.46 કરોડનો દંડ

રાજકોટની જાણીતી શિક્ષણ સંસ્થા ચલાવતા ગેલેક્સી ગ્રુપને સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરવાનું ભારે પડી ગયું છે. કલેક્ટરે તેમણે કરેલી સ્ટેમ્પ ડ્યુટીની ચોરી પકડી પાડીને 4.46 કરોડ રૂપિયાનો જંગી દડ ફટકારતા શિક્ષણ જગતમાં સોંપો પડી ગયો છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી (Stamp Duty) ચોરીનો મોટો મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જાણીતી શિક્ષણ સંસ્થા ‘ગેલેક્સી ગ્રુપ’ (Galaxy Group) દ્વારા કરોડોની સ્ટેમ્પ ડ્યુટી ચોરી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. રાજકોટ જિલ્લાના નાયબ કલેક્ટરે કડક કાર્યવાહી કરતાં સંસ્થા પર કુલ રૂ. 4.46 કરોડનો દંડ ફટકાર્યો છે.

ખેડૂતના નામે મિલકત ખરીદી ટેક્સ ચોરી

તપાસમાં સામે આવ્યું છે કે ગેલેક્સી ગ્રુપના કિરણ ભાલોડિયા (Kiran Bhalodiya)  સહિત કુલ 6 ભાગીદારોએ મળીને એક ‘ખેડૂત’ નામની ભાગીદારી પેઢી ઊભી કરી હતી. આ પેઢીના નામે મિલકતની ખરીદી કરવામાં આવી હતી. ખેડૂત તરીકેની ઓળખનો લાભ લઈ ટેક્સ બચાવવાના ઈરાદે કુલ ચૂકવવાની સ્ટેમ્પ ડ્યુટીમાંથી માત્ર 75 ટકા રકમ જ ભરવામાં આવી, જ્યારે બાકી કરોડોની રકમની ચોરી કરવામાં આવી હતી.

સ્ટેમ્પ ડ્યુટી ચોરી પકડાઈ, નોટિસ ફટકારાઈ

રાજકોટ જિલ્લાના નાયબ કલેક્ટરે આ પ્રકરણને ગંભીરતાથી લઈ સ્ટેમ્પ ડ્યુટી ચોરી પકડી કાઢી છે અને જવાબદારોને નોટિસ ફટકારવામાં આવી છે. તપાસ દરમિયાન દસ્તાવેજોમાં ગોલમાલ કરીને સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડવાનો ઈરાદો સાબિત થયો છે.

કલેક્ટર કચેરીના આ કડક વલણને પગલે શહેરના અન્ય પ્રોપર્ટી ડિલર્સ (Property Dealers)  અને શિક્ષણ જગત સાથે જોડાયેલા મોટા માથાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ તંત્ર દ્વારા દંડની વસૂલાત માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જ્યારે આવનારા દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 560 કરોડના 17 બોગસ દસ્તાવેજો બન્યા, રાજકોટની કૌભાંડી ત્રિપુટીએ રચ્યો ખેલ

આ પણ વાંચો: રાજકોટમાં CGST ના 2 ખાનગી ગ્રુપ પર દરોડા

આ પણ વાંચો: રાજકોટ મેટોડા GIDC ફેકટરીમાં ભીષણ આગ, 2 હજાર જેટલા કામદારો ઘટના સ્થળે હતાં હાજર…..