Not Set/ ભયાનક ભુકંપની 17 મી વરસી, વર્ષ 2018ના જાન્યુઆરી માસની 26મી તારીખે પણ શુક્રવાર છે

વર્ષ 2001ના જાન્યુઆરી માસની 26મી તારીખે આવેલા ભયાનક ભુકંપની 18મી વરસી આવતાં જ લોકોના માનસ પર ભયાનકતાના દ્રશ્યો છવાઈ જાય છે. યોગાનુયાગ 26 જાન્યુઆરી 2001ના રોજ શુક્રવાર હતો અને વર્ષ 2018ના જાન્યુઆરી માસની 26મી તારીખે પણ શુક્રવાર છે. ભયાનક ભુકંપના કારણે ગુજરાતમાં અસંખ્ય મકાનો અને ઈમારતો ધરાશાઈ થઈ હતી. જેમાં દશ હજારથી વધારે લોકોના મોત […]

Gujarat
story1 1492608694 ભયાનક ભુકંપની 17 મી વરસી, વર્ષ 2018ના જાન્યુઆરી માસની 26મી તારીખે પણ શુક્રવાર છે

વર્ષ 2001ના જાન્યુઆરી માસની 26મી તારીખે આવેલા ભયાનક ભુકંપની 18મી વરસી આવતાં જ લોકોના માનસ પર ભયાનકતાના દ્રશ્યો છવાઈ જાય છે. યોગાનુયાગ 26 જાન્યુઆરી 2001ના રોજ શુક્રવાર હતો અને વર્ષ 2018ના જાન્યુઆરી માસની 26મી તારીખે પણ શુક્રવાર છે. ભયાનક ભુકંપના કારણે ગુજરાતમાં અસંખ્ય મકાનો અને ઈમારતો ધરાશાઈ થઈ હતી. જેમાં દશ હજારથી વધારે લોકોના મોત નીપજ્યા હતા.

1422207180 2001 gujarat earthquake ભયાનક ભુકંપની 17 મી વરસી, વર્ષ 2018ના જાન્યુઆરી માસની 26મી તારીખે પણ શુક્રવાર છે

વર્ષ 2001ના જાન્યુઆરી માસની 26મી તારીખે સવારે ગુજરાત ભરના લોકો રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવા માટે થનગનાટ અનુભવતા હતા. શાળાઓ અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદનના કાર્યક્રમોની ઉજવણી થઈ રહી હતી, અચાનક ભયાનક ભુકંપના આંચકા શરુ થઈ ગયાં, થોડી જ ક્ષણોમાં અસંખ્ય મકાનો અને ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાઈ થઈ ગઈ. ચારેબાજુ ભયાનક ચીસો સંભળાવવા લાગી. સેંકડો લોકો ધરાશાયી ઈમારતોના કાટમાળ નીચે દટાઈ ગયા. ચારેબાજુ નાશભાગ મચી ગઈ હતી. હજારો લોકોના દર્દનાક મોત નીપજ્યા હતાં. લાખો લોકો ઘર બહાર ખુલ્લામાં કડકડતી ઠંડીમાં રહેવા મજબુર બન્યા હતાં.

Image131 ભયાનક ભુકંપની 17 મી વરસી, વર્ષ 2018ના જાન્યુઆરી માસની 26મી તારીખે પણ શુક્રવાર છે

ભૂંકપના આંચકાએ વિનાશ સર્જ્યા પછી ઠેરઠેર બચાવકામગીરીઓ શરુ કરાઈ, સ્વૈચ્છીક સંસ્થાઓ, સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા રાહત કેમ્પો શરુ કરાયા. હજારો લોકો કાયમી અપંગતાનો ભોગ બન્યા, હજારો માસુમ બાળકો અનાથ બન્યા, તો કેટલાક લેભાગુ તત્વોએ ભુંકંપની ભયાનક ઘટનાના ગેરફાયદા પણ ઉઠાવ્યા., કોળક્રમે સમય વિતતો ગયો. લોકો ભુકંપની ભયાનકતાને ભુલી ગયા.

EQ ભયાનક ભુકંપની 17 મી વરસી, વર્ષ 2018ના જાન્યુઆરી માસની 26મી તારીખે પણ શુક્રવાર છે

પરંતુ 26 જાન્યુઆરી 2018ની પુર્વ સંધ્યાએ ફરી ભયાનક ભુંકપના દર્દનાક ઘટનાની યાદ તાજી થઈ. યોગાનુયોગ ભુંકંપ આવ્યો તે દિવસે શુક્રવાર હતો અને ભુંકંપની 18 મી વરસી પણ શુક્રવારે જ છે. આજે પણ ગુજરાતની ધરતીના પેટાળમાં ભુંકંપની ધ્રુજારી અવારનવાર અનુભવવા મળે છે.