Gandhinagar/ ગુજરાત વિધાનસભાનું ઐતિહાસિક પગલું, બજેટ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ, મોટાપાયે ખર્ચમાં થશે બચત

ગુજરાત વિધાનસભાનું ઐતિહાસિક પગલું, બજેટ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ, મોટાપાયે ખર્ચમાં થશે બચત

Gujarat Others Trending
corona 58 ગુજરાત વિધાનસભાનું ઐતિહાસિક પગલું, બજેટ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ, મોટાપાયે ખર્ચમાં થશે બચત

ગુજરાત સરકાર પ્રથમ વખત પેપરલેશ બજેટ રજૂ કરશે. આ પેપરલેસ બજેટ રજૂ કરવાનો નિર્ણય રાજ્યના નાણામંત્રી નીતીનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પહેલી માર્ચ થી શરુ થવા જઈ રહ્યું છે. ત્યારે આજ રોજ રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે બજેટ એપ્લીકેશન લોન્ચ કરી હતી.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, લોકો ટેકનોલોજીનો શક્ય વધુ ઉપયોગ કરે તે હવેના યુગમાં જરૂરી છે. લોકશાહીમાં દરેક નાગરિકને બજેટની બધી વિગતો મળશે. વિધાનસભાની કાર્યવાહીને જીવંત પ્રસારણની  માંગ હતી. બજેટ એપ ડાઉનલોડ કરશે તે તમામ લાઈવ બજેટ જોઈ શકશે.

ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલી ગુજરાત બજેટ મોબાઇલ એપ્લિકેશન અંગ્રેજી, ગુજરાતી, ભાષામાં ઉપલબ્ધ થશે. ગયા વર્ષનું બજેટ પણ આમાં જોઈ શકશે. બજેટ પ્રવચન પણ એપ્લિકેશનમાં જોવા મળશે. બજેટ માટે ખાસ આ મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી છે.  બજેટ સંબંધિત તમામ દસ્તાવેજની વિગત મળશે. મોબાઇલ એપથી ગુજરાતનું બજેટ જોઇ શકાશે. ગુજરાત બજેટ મોબાઇલ એપમાં અંદાજપત્રના પ્રકાશનો અને 26 વિભાગોના વિગતવાર પ્રકાશનો ઉપલબ્ધ થશે.

આ વર્ષે માત્ર ૧૫૦ કોપી જ પ્રિન્ટ કરવામાં આવશે જેને લાઈબ્રેરી માટે અનામત રાખવામાં આવી છે. તમામ સાહિત્ય પેનડ્રાઈવમાં આપીને કાગળ મોટાપાયે બચત કરવામાં આવશે અને પ્રિન્ટીંગ ખર્ચમાં પણ બચત કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે લોકસભામા પેપરલેસ બજેટ ગૃહમાં રજૂ કર્યું હતું. જો કે લોકસભાની પેપરલેસ બજેટ બાદ ગુજરાત સરકાર પણ પેપર લેશ બજેટ રજૂ કરવા જઈ રહી છે.